વડોદરાના ફતેગંજના મોલમાં અફરાતફરી સર્જાતાં મોલ બંધ કરવો પડ્યો,બાળકો ગાંઠતા નહતાઃપોલીસે સ્થિતિ સંભાળી
વડોદરાઃ ફતેગંજ વિસ્તારમાં બ્રિજ પાસે આવેલા સેવન સીઝ મોલમાં આજે સોમવારે બપોરે અફરાતફરી સર્જાતાં એક કલાક માટે મોલ બંધ કરી દેવામાં આવ્યો હતો.
બનાવની પ્રાથમિક વિગતો મુજબ, આ મોલમાં બાળકો દ્વારા એસ્કેલેટર પર દોડધામ મચાવવામાં આવી હતી.કેટલાક તેના પર લટકતા હતા તો કેટલાક બાળકો ઉંધી ચડઉતર કરતા હતા.જેને કારણે મોલમાં ઉત્તેજનાભર્યા દ્શ્યો સર્જાતાં મેનેજરે મોલ બંધ કરી દીધો હતો.
એકાએક મોલ બંધ કરવાને કારણે ગ્રાહકોને પણ પરત ફરવું પડ્યું હતું.એક તબક્કે મોલમાં એક જ કોમના જૂથ વચ્ચે હાથાપાઇ થઇ હોવાની અફવા પણ ફેલાઇ હતી.જેનો પોલીસે ઇનકાર કર્યો છે.સયાજીગંજ પોલીસના ડીસ્ટાફ સહિતના કાફલાએ સ્થિતિ સંભાળ્યા બાદ મોલ શરૃ કરવામાં આવ્યો હતો.