જુગાર રમતા ઝડપાયેલો ફતેગંજનો કોન્સ્ટેબલ સસ્પેન્ડ
તરસાલીના જુગારધામમાંથી ૧૨જુગારીઓ ઝડપાયા હતા
વડોદરા,તરસાલી શરદ નગરમાં જુગાર રમતા ફતેગંજ પોલીસ સ્ટેશનના વહીવટદાર સહિત ૧૨ જુગારીઓ મકરપુરા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. જુગાર રમતા ઝડપાયેલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગત તા. ૨૯ મી ના રોજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, તરસાલી શરદ નગરના મકાન નંબર ૬૯૬ માં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડતા ૧૨ જુગારીઓ પકડાઈ ગયા હતા. જેમાં ફતેગંજ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ સંજય સાહેબરાવ બેડસે (રહે-સોમનાથ નગર, તરસાલી) પણ ઝડપાઇ ગયો હતો. જુગારની લતના કારણે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.