મકરપુરામાં યુવાન પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો
મકરપુરા ડેપોની પાછળ નારાયણ ઘરમાં રહેતો શિવજીતસિંહ ચંદ્રપાલ સિંહ રાજપુત શાકભાજીનો વેપાર કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશન નોંધાવી જણાવ્યું છે કે મારો નાનો ભાઈ ડ્રાઇવિંગ નું કામ કરે છે ગઈકાલે રાત્રે પોણા દસ વાગે દારૂ પી જતીન રાઠવા તથા તેના મિત્ર પ્રવીણ મારા ભાઈ પર તીક્ષણ હથિયારના ઉપરા છાપરી ઘા ઝીકી દીધા હતા. મારા ભાઈને પેટ ગળા તથા કમરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી થઈ હતી. મારો ભાઈ તેઓથી બચવા ભાગવા લાગતા જતીને તેનો પીછો કરી ફરીથી હુમલો કર્યો હતો. મારા ભાઈને બચાવવા માટે આજુબાજુના લોકો આવી જતા પ્રવિણ ટોળા પર કમર પટ્ટા વડે હુમલો કર્યો હતો અને જતીને પણ બધાને ચપ્પુ બતાવીને ધમકી આપી હતી.