Get The App

ભચાઉમાં 90 જણાના ટોળાએ પોલીસને ઘેરી, ફરિયાદીની મદદે પહોંચેલા PSI અને મહિલા પોલીસના કાફલા પર કર્યો જીવલેણ હુમલો

Updated: Feb 16th, 2025


Google NewsGoogle News
ભચાઉમાં 90 જણાના ટોળાએ પોલીસને ઘેરી, ફરિયાદીની મદદે પહોંચેલા PSI અને મહિલા પોલીસના કાફલા પર કર્યો જીવલેણ હુમલો 1 - image


Bhachau News : કચ્છના ભચાઉના લુણવા ગામે ખાતે પોલીસ કાફલા પર પથ્થરમારો, હત્યાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે છે. જેમાં ગઈકાલે શનિવારે રાત્રે જાનથી માર નાખવાની ધમકી મળતા ફરિયાદીની મદદ માટે PSI, મહિલા પોલીસ સહિતનો કાફલો ગામે પહોંચ્યો હતો. આ દરમિયાન આરોપીઓ સહિત 90 જેટલા શખ્સોના ટોળાએ પોલીસ કાફલાને ઘેરીને હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના મામલે ભચાઉ પોલીસે 22 શખ્સ વિરૂદ્ધ નામજોગ અને અન્ય 60-70 ટોળા સામે હત્યાના પ્રયાસ, ફરજમાં રૂકાવટ, સરકારી વાહનમાં તોડફોડ કરી જાહેર સંપત્તિમાં નુકસાન સહિતની વિવિધ ભારેખમ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.

PSI સહિતના પોલીસ કાફલા પર જીવલેણ હુમલો

મળતી માહિતી મુજબ, ભચાઉ તાલુકાના લુણવા ગામ ખાતે રહેતા પ્રવિણ ખેતાભાઈ કોલીએ ગઈકાલે શનિવારે રાજેશ સામત કોલી, શાંતિ ખેતા કોલી અને રમેશ મનજી કોલી વિરૂદ્ધમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઘટના એમ છે કે, ગામમાં આરોપીઓ દ્વારા બનાવવામાં આવેલા મોટા બમ્પના કારણે વાહનોને નુકસાની ન થાય તે માટે ફરિયાદી પ્રવિણે બમ્પને થોડો તોડી નાખવા કહ્યું હતું. તેને લઈને આરોપીએ પ્રવિણને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

સમગ્ર મામલે પ્રવિણે પોલીસમાં ફરિયાદ નોંધાવીને ઘરે પરત ફરે છે, ત્યારે આરોપી સહિતનું ટોળુ હથિયાર સાથે આવી પહોંચ્યું હતું. અને પછી પ્રવિણના ઘરને સળગાવી દેવાની અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈને પ્રવિણે ભચાઉ પોલીસને જાણ કરતાં PSI સહિતનો પોલીસ કાફલો લુણવા ગામે પહોંચ્યો હતો. 

આ પણ વાંચો: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ, તમામ ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ

પોલીસ ફરિયાદ મુજબ, આરોપીઓ સહિત ટોળાએ પોલીસ કાફલાને ઘેરીને હુમલો કર્યો હતો. ઘટનામાં આરોપીએ PSIને માથાના ભાગે પથ્થરના ઘા ઝીંકીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત, આરોપીઓ પોલીસની કાર, મહિલા પોલીસ સહિતના પોલીસ સ્ટાફ પર પથ્થરમારો અને હુમલો કરીને ઈજા પહોંચાડી હતી. સમગ્ર ઘટના મામલે ભચાઉ પોલીસે 22 શખ્સ વિરૂદ્ધ નામજોગ અને અન્ય 60-70 ટોળા સામે હત્યાના પ્રયાસ, ફરજમાં રૂકાવટ, સરકારી વાહનમાં તોડફોડ કરી જાહેર સંપત્તિમાં નુકસાન સહિતની વિવિધ ભારેખમ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.


Google NewsGoogle News