Get The App

પ્રેમલગ્ન કરનાર યુવકના ભાઈ પર છરીથી જીવલેણ હુમલો

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
પ્રેમલગ્ન કરનાર યુવકના ભાઈ પર છરીથી જીવલેણ હુમલો 1 - image


સાવરકુંડલાનાં ઠવી ગામનો ચકચારી બનાવ

યુવતીના પિતાએ રસ્તામાં અટકાવીને છરીના ઘા ઝીંકી આંતરડાં બહાર કાઢી નાખતાં હાલત ગંભીરસારવારમાં દાખલ

અમરેલી :  સાવરકુંડલા તાલુકાના ઠવી ગામે પ્રેમલગ્ન બાબતે મનદુઃખ રાખીને યુવાનનાં ભાઈ પર યુવતીના પિતાએ છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બનાવને લઇને વંડા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરી હતી.

સાવરકુંડલાના ઠવી ગામે રહેતા નાગજીભાઈ પ્રેમજીભાઈ ચૌહાણે વંડા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી કે તેના ભત્રીજા વિશાલભાઈ ચૌહાણના નાનાભાઇ ગૌતમે ભરતભાઈ દુલાભાઇ મોલાડીયાની દીકરી સાથે બે મહિના પહેલા પ્રેમલગ્ન કર્યા હતાં. જે બાબતનું મનદુઃખ રાખીને ગત રોજ સવારના સમયે વિશાલ તેમજ તેમના મિત્ર જયપાલ બંને તેના બાપાના ઘરેથી પોતાના ઘરે જઇ રહ્યા હતા તે વખતે ચૌહાણ પરિવારના માતાજીના મઢ નજીક પહોંચતા યુવતીનાં પિતા ભરતભાઈ સામેથી મળતાં વિશાલને કહેવા લાગેલ કે તારો ભાઈ ગૌતમ મારી દીકરીને ભગાડીને કોર્ટમાં લગ્ન કરેલ છે, આ બાબતે અગાઉ પણ તમને સમજાવેલ તેમ છતાં તમે સમજશો તેમ કહીને નેફામાંથી છરી કાઢી વિશાલને પેટમાં જોરદાર ઘા મારી દેતા આંતરડા બહાર નીકળી ગયા હતા. આ બનાવને લઇને નાગજીભાઈ દ્વારા વંડા પોલીસ મથક ખાતે ભરતભાઈ મોલડીયાની વિરૃધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News