Get The App

વડોદરા: ઉછીના 5 હજાર પરત માંગતા યુવક પર પિતા-પુત્રનો જીવલેણ હુમલો

Updated: Nov 17th, 2021


Google NewsGoogle News
વડોદરા: ઉછીના 5 હજાર પરત માંગતા યુવક પર પિતા-પુત્રનો જીવલેણ હુમલો 1 - image


વડોદરા, તા. 16 નવેમ્બર 2021 મંગળવાર

ઉછીના આપેલા રૂપિયા 05 હજારની માંગણી કરતા યુવક ઉપર પિતા-પુત્રએ ચાકુ વડે હુમલો કરી ગડદાપાટુનો મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાનો બનાવ વડોદરા વાડી પોલીસ મથકના ચોપડે નોંધાયો છે.

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી જમનાબાઇ હોસ્પિટલ નજીક રહેતો મોહમ્મદઅનિશ સિંધી છૂટક મજૂરી કામ કરે છે. તેણે મિત્ર આરીફ ઉર્ફે ભુરીયો મેમણને ઉછીના 5 હજાર રૂપિયા આપ્યા હતા. જે માટે મોહમ્મદઅનિશ અને આરીફ વચ્ચે મોબાઈલ ફોન ઉપર રકઝક થઈ હતી. દરમિયાન ઘર આંગણે બેસેલા આરીફ પાસે નાણાંની માંગ કરતા આરીફ ઉશ્કેરાયો હતો અને અપશબ્દો બોલી  ચાકુ વડે હુમલો કર્યો હતો. 

આ ઝપાઝપી દરમિયાન મોહમ્મદઅનિશને હાથના ભાગે ચાકુ વાગી જતાં ઈજા પહોંચી હતી. ત્યારબાદ આરીફના પુત્ર શાહનવાઝ મેમણએ પણ હુમલો કરી ગડદાપાટુનો માર માર્યો હતો. સ્થાનિકોએ બેભાન મોહમ્મદ અનિશને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડ્યો હતો. તેવી ફરિયાદના આધારે વાડી પોલીસે ઉપરોક્ત પિતા-પુત્ર વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

Vadodara

Google NewsGoogle News