પીપાવાવ-અમરેલી નેશનલ હાઈવે પર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 15 મુસાફરોને ઈજા
Pipavav-Amreli National Highway accident : ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અવર-અવર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે પીપાવાવ-અમરેલી નેશનલ હાઈવે પર સર્જાયો હતો. જેમાં અમરેલી-સાવરકુંડલા જેસર રોડ બાયપાસ ચોકડી પાસે ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ખાનગી બસમાં 35 જેટલા મુસાફરો હતા, જેમાંથી 15 લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોને 108 મારફતે સારવાર અર્થે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અકસ્માતની ઘટનાને લઈને નેશનલ હાઇવે પર ટ્રાફિકજામના સર્જાયો હતો. અમરેલી-સાવરકુંડલા જેસર રોડ બાયપાસ ચોકડી પાસે વારંવાર અકસ્માતના બનાવ બને છે, ત્યારે સ્થાનિકોએ સ્પીડ બ્રેકર મૂકવા બાબતે તંત્રને લેખિતમાં રજૂઆત કરી હતી.
આ પણ વાંચો: સુરતની શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ હજુ બેકાબૂ, 150 ફાયર જવાન કામે લાગ્યા
અમરેલી-સાવરકુંડલા જેસર રોડ બાયપાસ ચોકડી પાસે ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સમગ્ર ઘટનામાં 15 જેટલા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.