Get The App

12 કલાકની નોકરી પછી'ય ડ્રાયવરને વધુ ફરજ સોંપાતાં જીવલેણ અકસ્માત

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
12 કલાકની નોકરી પછી'ય ડ્રાયવરને વધુ ફરજ સોંપાતાં જીવલેણ અકસ્માત 1 - image


બસની ઠોકરે મહિલાનાં મોતની ઘટનામાં નવો ઘટસ્ફોટ : ચાલકે જ વધુ કમાણી કરવા ઓવરટાઈમ ડયુટી માગી હોવાનો અધિકારીનો જવાબ : પણ તંત્રએ વિવેકબુદ્ધિ નહીં વાપરતાં અકસ્માત થયાનો લોકરોષ

બગસરા, : બગસરાથી રાજકોટ જતી બસ દ્વારા એક મહિલાને ઠોકર લગતા બીજી તરફ ફેંકાઈ જતા સામેથી આવતી રાજકોટ દીવ બસ ની ઠોકરે આવી જતા મહિલાનું મોત નિપજવાની ઘટના બની હતી.  ઘટનાની તપાસ કરતા બગસરા રાજકોટ બસ રૂટના ડ્રાઈવરે બાર કલાકની નોકરી કરી હોવા છતાં આ જ  ડ્રાઈવરને વધારાના કલાકોની ફરજ સોપવામાં આવતા ચાલકને ઝોકું આવી જતાં દૂર્ઘટના બની હોવાનું ચર્ચાય છે.

જાણવા મળતી માહિતી મુજબ એસ.ટી તંત્રમાં કેટલાય ડ્રાઈવરો ઓવરટાઇમ કરીને વધારે કમાણી કરવા માટે સામેથી વધારાની નોકરી માગે છે.અર્નં ડ્રાઈવરની અછત હોવાના કારણે તંત્ર માગણી ગ્રાહ્ય રાખે છે. કોઈ પણ ડ્રાઈવર 12 કલાકની નોકરી કરીને આવે ત્યાર બાદ તેને ઓછામાં ઓછો 8 કલાકનો રેસ્ટ આપવો પડે પરંતુ બગસરા એસ ટી ડેપોના અધિકારી એ અકસ્માત સર્જનાર ે ડ્રાઈવરની ફરમાઈશથી બગસરા થી રાજકોટ રૂટની બસમાં  ફેરો કરવાની માગણી મંજૂરકરી હતી. ખરેખરતો આ માગણી મુસાફર જનતાના હિતમાં અને ડ્રાઈવરની મનોસ્થિતિ તેમજ કરી ચૂકેલા કામના કલાકોને ધ્યાને લઈ ચાલકની માગણી ગ્રાહ્ય રાખવી ન જોઈએ. આમ છતાં અનેે તરતજ વધારાની ફરજ  સોંપી દેવામાં આવેલી હતી. જેના હિસાબે આ ડ્રાઈવરને આરામ ન ન મળતા  રસ્તામાં જોકુ આવી જતા અક્સ્માત સર્જાયો હતો.જેમાં એક મહિલાનો ભોગ લેવાઈ ગયો હતો.

આ ડ્રાઈવરને અસહ્ય થાક લાગેલ હોવાથી બગસરાથી ઉપાડતા કોઠારીયા પાસે એક મહિલા ડીવાયડર ઉપર ઊભેલી હતી જ્યારે ડ્રાયવરને જોકું આવી જતા ઠોકર મારી હતી ત્યારે આ મહિલા બીજી તરફ આવતી રાજકોટ સોમનાથ દીવ બસમાં પટકાતા આ મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે આ બાબતે ડેપો મેનેજરને પૂછતા તેમણે જણાવ્યું કે આ ડ્રાઈવર દ્વારા મારી પાસે આજીજી કરી ફરી નોકરી માગવામાં આવેલ હતી એટલે અમોએ નોકરી સોંપી હતી. પરંતુ આવી રીતે જો આવી રીતે નોકરી સોંપવામાં આવે તો એસટી અમારી સલામત સવારીનું સરકારનું સૂત્ર ઉપર પાણી ફરી વળે છે. જો આવી જ રીતે ડ્રાઈવરો દ્વારા ઓવર ટાઇમ માટે કહેવાથી નોકરી આપવામાં આવે તો બસ માં બેઠેલા 50 થી 60 જેટલા મુસાફરોની જવાબદારી કોની આવા અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યાં છે. 


Google NewsGoogle News