મહુવા પંથકમાં છાશવારે લાઈટ ડૂલ થતાં ખેડૂતોને ભારે હાલાકી
- ભાદ્રોડ ફીડરમાં દિવસ અને રાત્રે વીજ પ્રવાહની કાયમી સમસ્યા
- કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માંગણી
મહુવા : મહુવા પંથકમાં પીજીવીસીએલની ઘોરબેદરકારીને કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે મામલે વીજ અધિકારીને રજૂઆત કરી પ્રશ્નનો કાયમી નિવેડો લાવવા માંગણી ઉચ્ચારવામાં આવી છે.
મહુવા પીજીવીસીએલના ભાદ્રોડ ફીડરમાં વીજળીના કાયમી ધાંધિયા રહે છે. દરરોજ અડધું ફીડર શરૂ અને અડધું ફીડર બંધ રહેતા છેવાડાના ખેડૂતોને પુરતો વીજ પુરવઠો ન મળતા ખેતીપાકોને નુકશાની થઈ રહ્યાનો આક્ષેપ કરાયો છે. વીજ તંત્ર દ્વારા મીટર બદલવાના બહાને દિવસે દોઢ અને રાત્રે તૃટક તૃટક વીજળી આપવામાં આવતી હોવાથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે. આ મામલે ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા હેવન હોટલથી જીઈબી કચેરી સુધી રેલી કાઢી કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરવામાં આવતા લાઈટ ડૂલ થવાની સમસ્યાનો હલ લાવવા ખાતરી આપવામાં આવી હોવાનું દાવો કરાયો છે.