શેઢા ભાડથર ગામના ખેડૂત સાથે ૭.૫૨ લાખની ઠગાઇ
પરપ્રાંતીય શખ્સનું કારસ્તાન, ગુનો દાખલ
કોઇ જગ્યાએ બેંક ખાતાની વિગત માટે આપેલો કેન્સલ કરેલો ચેક તફડાવીને બારોબાર એકાઉન્ટમાંથી રૃપિયા સેરવી લેવાતા ફરિયાદ
વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના શેઢા ભાડથર ગામે રહેતા
અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા દેશુરભાઈ રામશીભાઈ આંબલીયા નામના ૪૮ વર્ષના
યુવાનના પિતા રામશીભાઈ વકાભાઈ આંબલીયાના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની ખંભાળિયા
શાખામાં આવેલા ચોક્કસ નંબરના ખાતાનો સહી કરીને કેન્સલ કરેલો એક ચેક તેમણે કોઈ
જગ્યાએ બેક ખાતાની વિગત આપવા માટે આપ્યો હતો. આ ચેકને જગતે પથરે દમાલ નામના કોઈ
શખ્સ દ્વારા સંભવિત રીતે અન્ય શખ્સોની મદદગારીથી મેળવી લઈને પોતાના બેંક ઓફ
બરોડાના ખાતામાં વટાવી, અને આ
ચેક દ્વારા રૃપિયા ૭,૫૨,૩૦૦ની રકમ
રામશીભાઈ આંબલીયાના ખાતામાંથી ઉપાડી લીધી હતી.
આ રીતે આરોપી જગતે પથરે તેમજ અન્ય શખ્સો દ્વારા છેતરપિંડી
કરવા સબબની ફરિયાદ દેશુરભાઈ રામશીભાઈ આંબલિયા દ્વારા અહીંના પોલીસ મથકમાં
નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ ૪૨૦ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ
પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.