ચાલુ બાઈકમાં બ્લડપ્રેશર વધવાથી પટકાઈ પડતા ખેડૂતનું કરૃણ મોત
કાલાવડ ના સૂર્યપરા ગામના બુઝુર્ગને અકસ્માત નડયો
વાડીએથી ઘરે આવતી વખતે બીપી વધી જતાં બાઈક સ્લીપ થવાથી માથામાં પથ્થર વાગવાના કારણે હેમરેજ થતાં પ્રાણપંખેરૃં ઉડી ગયું
વિગત પ્રમાણે,
જામનગર તાલુકાના સૂર્યપરા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા મનજીભાઈ કાનજીભાઈ
મૂંગરા નામના ૭૨ વર્ષના ખેડૂત પોતાનું બાઈક લઈને વાડીએથી ઘર તરફ જઈ રહ્યા હતા. જે
દરમિયાન તેઓને માર્ગમાં એકાએક ચાલુ બાઈકે બ્લડપ્રેશર વધી ગયું હતું અને નીચે પટકાઈ
પડયા હતા. જે અકસ્માતમાં તેઓને માથાના ભાગે પથ્થર લાગ્યો હોવાથી હેમરેજ સહિતની ઈજા
થઈ હતી અને ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા
હતા. જયાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર અરવિંદભાઈ મનજીભાઈ મૂંગરાએ
પોલીસને જાણ કરતાં પંચકોસી એ.ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી. એચ. લંબરીયાએ
મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.