બાયડમાં વ્યાજખોરોના ત્રાસથી ખેડૂત દંપતીએ કરી આત્મહત્યા, સુસાઈડ નોટના આધારે નોંધાઈ ફરિયાદ
Aravalli News : ગુજરાતના અરવલ્લી જિલ્લાના બાયડમાં વ્યાજખોરોના ત્રાસથી ખેડૂત દંપતીએ આપઘાત કર્યો હતો. આત્મહત્યા પહેલા ખેડૂત દંપતીએ પુત્રને વોટ્સએપમાં સુસાઈડ નોટ લખીને મોકલી હતી. સમગ્ર મામલે પોલીસે સુસાઈડ નોટના આધારે તપાસ હાથ ધરી છે. તેવામાં પરિવારે આરોપીને કડક સજા ફટકારવામાં આવી તેવી ન્યાયની માગ કરી હતી.
બાયડમાં વ્યાજખોરોના ત્રાસથી ખેડૂત દંપતીનો આપઘાત
મળતી માહિતી મુજબ, અરવલ્લીના બાયડના આંટીયાદેવ ગામમાં રહેતા અતુલભાઈ પટેલ અને તેમના પત્ની બીનાબહેન ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાત ચલાવતા હતા. ખેતી માટે નાણાની જરૂર હોવાથી અતુલભાઈએ રણેચી ગામના શખ્સ પાસે વ્યાજે નાણા લીધા હતા. જેમાં ખેડૂતે વ્યાજની રકમ ચૂકવીને મૂળ રકમના ત્રણ ગણા નાણા ચૂક્યા હતા. અતુલભાઈએ પિપોદ્રા શેઢા ગામના બચુભાઈ ભરવાડને થોડીક જમીને 7.51 લાખમાં વહેચી હતા. જેમાં બચુ ભરવાડે 3 લાખ રૂપિયા આપીને સ્ટેમ્પ કરાવીને બાકીના નાણા આપ્યા ન હતા. સમગ્ર મામલે બાયડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મૃતક ખેડૂતના પુત્રનું કહ્યું હતું કે, 'ગત 3 એપ્રિલે મારા પિતા સાથે વાત કરી હતી, ત્યારે બીજા દિવસે દહેગામમાં મુદતમાં જવાની વાત થઈ હતી. જ્યારે બીજા દિવસે સવારે મારા માતા-પિતા ફોન ઉપાડતા ન હતા. જેથી મારા કાકાને તપાસ કરવા કહેતા મારા માતા-પિતા ઘરની પાછળના ભાગે ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.'
આ પણ વાંચો: નર્મદાના પીપલોદ ગામે 48 વર્ષીય મહિલાનું ગળુ દબાવીને કરાઈ કરપીણ હત્યા, આરોપીની ધરપકડ
સમગ્ર મામલે મૃતકના પુત્રએ પોતાના ફોનમાં જોયું તો પિતાએ વોટ્સએપ પર સુસાઈડ મોકલી હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે મૃતક દંપતીએ આપઘાત પહેલા વીડિયો બનાવીને પોતાની વેદના જણાવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે સુસાઈડ નોટ અને વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે.