જમીન વિવાદની ફરિયાદમાં સાક્ષી તરીકે સહી કરનાર ખેડૂત પર હુમલો
ગોંડલ તાલુકાના કમઢીયા ગામે
તું મારી જમીનની મેટરમાં પંચમાં શું કામ રહે છે - કહી રાજકોટના શખ્સ સહિત બે દ્વારા છરી, ધોકાથી હુમલો
કામઢીયા ગામે ગત રાત્રીના
ખેડૂત મનજીભાઈ શિયાણી સહિત ત્રણ લોકો તાપણું કરી બેઠા હતા. ત્યારે રાજકોટના
જીતુભાઇ ટારીયા ત્યાં આવી અને મનજીભાઈને કહેલુ કે તું મારી જમીનની
મેટરમાં પંચમાં શું કામ રહે છે. દરમિયાન તેમની સાથે લાકડી લઇ આવેલા અજાણ્યા શખ્સ તથા જીતુભાઇએ ગાળો
આપી ઝગડો કરી હુમલો કર્યો હતો. આ વેળા જીતુભાઇએ ખિસ્સામાંથી છરી કાઢી
મનજીભાઈને ડાબા પગના સાથળના ભાગે છરીનો ઘા મારી જાનથી મારી નાખવાની
ધમકી આપી બન્ને શખ્સો ભાગી છૂટયા
હતા.બાદમાં ઇજાગ્રસ્ત હાલતમાં મનજીભાઈને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બનાવનાં કારણમાં ફરિયાદી
મનજીભાઈ એ કમઢીયા ના રણછોડભાઈ રવજીભાઈ બોરડની જમીન વિવાદમાં પંચરોજ
કામમાં સાક્ષી તરીકે
સહી કરી હોય. તેનો ખાર રાખી જીતુ ટારીયા
અને અજાણ્યા શખ્સે હુમલો કરી છરી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સુલતાનપુર પોલીસે જીતુ
ટારીયા અને અજણ્યા શખ્સ વિરૃદ્ધ ગુન્હો નોંધી
જમાદાર અર્જુનભાઇ દવેરાએ તપાસ હાથ ધરી છે.