ગુજરાતમાં રાધિકા-અનંતનું પ્રિ-વેડિંગ ફંક્શન છે ત્યારે જોઈએ જામનગરના 5 પ્રખ્યાત રોમેન્ટિક સ્થળ

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં રાધિકા-અનંતનું પ્રિ-વેડિંગ ફંક્શન છે ત્યારે જોઈએ જામનગરના 5 પ્રખ્યાત રોમેન્ટિક સ્થળ 1 - image


Place to visit in Jamnagar: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના અને બિઝનેસમેન વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંકશનની હાલ ચર્ચાઓ થઈ રહી છે. તેમનું પ્રિ-વેડિંગ ફંકશન આજથી ત્રણ દિવસ માટે ગુજરાતના જામનગરમાં યોજાઈ રહ્યું છે. જામનગર એ ગુજરાતનો સુંદર અને મનમોહક દરિયાઈ વિસ્તાર છે, જે યુવાનોમાં રોમેન્ટિક સ્થળ તરીકે પણ જાણીતો છે. તો જાણીએ જામનગરના એવા 5 પર્યટન સ્થળો વિષે જે તમારા માટે સારો અનુભવ બની શકે છે.

ગુજરાતમાં રાધિકા-અનંતનું પ્રિ-વેડિંગ ફંક્શન છે ત્યારે જોઈએ જામનગરના 5 પ્રખ્યાત રોમેન્ટિક સ્થળ 2 - image

બેચટેલ બીચ

જામનગરનો બેચટેલ બીચ લોકપ્રિય બીચ પૈકીનો એક છે. અહીંના દરિયાની સફેદ રેતી અને વાદળી પાણી કોઈને પણ મોહિત કરી શકે છે. લોકો સન રાઈઝ અને સનસેટના નજારાના સાક્ષી બનવા માટે બેચટેલ બીચ પર આવે છે. બેચટેલ બીચ તેની સુંદરતા તેમજ શાંતિપૂર્ણ વાતાવરણ માટે ખૂબ પ્રખ્યાત છે.

ગુજરાતમાં રાધિકા-અનંતનું પ્રિ-વેડિંગ ફંક્શન છે ત્યારે જોઈએ જામનગરના 5 પ્રખ્યાત રોમેન્ટિક સ્થળ 3 - image

લાખોટા પેલેસ

લાખોટા પેલેસની મુલાકાત લીધા વિના જામનગરનો પ્રવાસ અધૂરો માનવામાં આવે છે. લાખોટા તળાવ જામનગરની સુંદરતામાં વધારો કરે છે. આ મહેલમાંથી તળાવનો અદભૂત નજારો જોઈ શકાય છે. આ મહેલની ઇમારત વાસ્તુકલાનું ઉત્તમ ઉદાહરણ છે, જેનું નિર્માણ 19મી સદીમાં થયું હતું. લાખોટા પેલેસ જોવા આવતા લોકો માટે ત્યાં ઘણા જૂના શસ્ત્રો, કળા, હસ્તકલા અને શિલ્પો અહીં રાખવામાં આવ્યા છે. આ મહેલ સવારના 6 થી રાત્રીના 10 વાગ્યા સુધી પ્રવાસીઓ માટે ખુલ્લો રહે છે.

ગુજરાતમાં રાધિકા-અનંતનું પ્રિ-વેડિંગ ફંક્શન છે ત્યારે જોઈએ જામનગરના 5 પ્રખ્યાત રોમેન્ટિક સ્થળ 4 - image

મરીન નેશનલ પાર્ક

જામનગરના દરિયાકાંઠાના વિસ્તારના ભરતી ઝોનમાં આવેલા મરીન નેશનલ પાર્કને ઓગસ્ટ 1980માં મરીન સેન્ચ્યુરીનો દરજ્જો મળ્યો હતો. ઓક્ટોબરથી માર્ચ સુધીનો સમય પ્રવાસીઓ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ગુજરાતમાં રાધિકા-અનંતનું પ્રિ-વેડિંગ ફંક્શન છે ત્યારે જોઈએ જામનગરના 5 પ્રખ્યાત રોમેન્ટિક સ્થળ 5 - image

પ્રતાપ વિલાસ પેલેસ

પ્રતાપ વિલાસ પેલેસ જામનગર રેલ્વે સ્ટેશનથી લગભગ 2 કિલોમીટર દૂર છે. આ મહેલ જામ રણજીત સિંહજી દ્વારા વર્ષ 1907 અને 1915ની વચ્ચે બનાવવામાં આવ્યો હતો. પ્રવાસીઓ માટે આ મહેલ જોવાનો સમય સવારે 11થી સાંજના 5 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.

ગુજરાતમાં રાધિકા-અનંતનું પ્રિ-વેડિંગ ફંક્શન છે ત્યારે જોઈએ જામનગરના 5 પ્રખ્યાત રોમેન્ટિક સ્થળ 6 - image

રણમલ તળાવ 

જામનગર રેલ્વે સ્ટેશનથી લગભગ 4 કિલોમીટરના અંતરે માનવનિર્મિત રણમલ તળાવ છે, જેને લાખોટા તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જામનગરના પ્રખ્યાત પર્યટન સ્થળોમાંનું એક છે. રણમલ તળાવ 19મી સદીના મધ્યમાં નવાનગરના રાજા જામ રણમલ બીજા દ્વારા બનાવવામાં આવ્યું હતું.

ગુજરાતમાં રાધિકા-અનંતનું પ્રિ-વેડિંગ ફંક્શન છે ત્યારે જોઈએ જામનગરના 5 પ્રખ્યાત રોમેન્ટિક સ્થળ 7 - image


Google NewsGoogle News