ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડવા જતાં પરિવારના સભ્યોએ પોલીસ પર કર્યો પથ્થરમારો
અંજારમાં પોલીસ પર જ હુમલો કરાયો
હત્યાનો પ્રયાસ અને ફરજ રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો, પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ આરોપી ધુ્રવ ઉર્ફે ધુલ્લો વેલજીભાઈ ચૌહાણ બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાથી બાતમીના આધારે અંજાર પોલીસની ટીમ તેને પકડવા માટે ગઈ હતી, ત્યારે આરોપી ધુ્રવે ફરિયાદી કોન્સ્ટેબલ બીપીનભાઈ નાથાભાઈ જીલેરીયા પર છુટા પથ્થરના ઘા કર્યા હતા. તેમજ આરોપી તેના પિતા વેલજીભાઈ તુલસીભાઈ ચૌહાણ હાથમાં પથ્થર પકડી ફરિયાદી કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાના ઈરાદે માથા તેમજ હાથના ભાગે મારી ઢીકા પાટુનો માર માર્યો હતો. આ સમયે હાજર આરોપી આરતીબેને બન્ને આરોપીને ઉશ્કેરી ફરિયાદી પોલીસ કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપી હતી. પોલીસ કર્મચારી પર જીવલેણ હુમલો કરવામાં આવતા ત્રણેય આરોપીઓ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે પોલીસે ત્રણેય આરોપીની અટક કરી લીધી હોવાનું પણ પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતું.
આ અગાઉ પણ ધુ્રવ હોમગાર્ડ જવાન પર હુમલો કરી ચૂક્યો છે
પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતું કેમ વર્ષ ૨૦૨૩ના ડિસેમ્બર માસમાં અંજારના આશાબા વે બ્રિજ પાસે શંકાસ્પદ બાઇક પોલીસે પકડતા તેમાં સવાર બે ઇસમો પગપાળા નસવા લાગ્યા હતા. આ દરમિયાન ચિત્રકૂટ સર્કલ નજીક હોમગાર્ડના જવાન જયવિરસિંહને આરોપી વિમલ સતિશ બાવાજીએ પેટના ભાગે છરી મારી દીધી હતી અને ત્યાંથી નાસી ગયો હતો જ્યારે તેના સાથે રહેલો આરોપી ધ્વ ઉર્ફે ધૂલ્લો પકડાઈ ગયો હતો. પોલીસે જણાવ્યુ હતું કે, જ્યારે આરોપી પકડાયો ત્યારે તે સગીર વયનો હતો. જેથી તેના પર ખાસ કોઈ કાર્યવાહી થઈ ન હતી. જેનો લાભ લઈ તે ગુનાખોરીમાં સપડાઇ ગયો છે.
ધુ્રવના પિતા આરોપી વેલજીભાઇ સરકારી એમ્બ્યુલન્સના ડ્રાઈવર
પોલીસ પર હુમલો કરવાના બનાવમાં સહભાગી રહેલા આરોપી ધ્વના પિતા વેલજીભાઇ અંજાર સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સના ડ્રાઈવર છે. કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતાં આ પરિવારના કારણે સમગ્ર હોસ્પિટલ સ્ટાફ તેમનાથી પરેશાન છે. બંને પિતા-પુત્રો અવાર નવાર દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ સાથે મગજમારી કરતો હોવાની ફરિયાદો પણ ઉઠી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ધુ્રવે માત્ર ૨ વર્ષમાં ૫ બાઇક ચોરીને અંજામ આપ્યો
આ અંગે અંજાર પોલીસે જણાવ્યુ હતું કે, ધ્વે જ્યારે હોમગાર્ડ પર હુમલો કર્યો તે પહેલા અને તે બાદ લગભગ ૨ વર્ષોમાં ૫ જેટલી બાઇક ચોરીને અંજામ આપ્યો છે. તે અંજારમાથી જ બાઇક ચોરી કરતો હોવાનું ખૂલ્યું છે. સગીર વયની ઉમરથી જ તે ચોરીની આદત વાળો બની ગયો છે. જેથી તેના પર અત્યારથી જ કડક કાર્યવાહી કરાય તે જરૂરી બન્યું છે.