Get The App

છાણીમાં યુવક પર હુમલો, હુમલાખોરો કાચ તોડી ઘરમાં ઘૂસ્યા,પરિવારજનોને માર્યા

Updated: Feb 17th, 2025


Google NewsGoogle News
છાણીમાં યુવક પર હુમલો, હુમલાખોરો કાચ તોડી ઘરમાં ઘૂસ્યા,પરિવારજનોને માર્યા 1 - image

છાણી વિસ્તારમાં ગઇરાતે અજાણ્યા હુમલાખોરોએ એક યુવક પર હુમલો કર્યા બાદ તેના ઘરમાં ઘૂસી પરિવારના સદસ્યોને પણ માર માર્યો હતો.

છાણી કેનાલ પાસે રોમનપાર્કમાં રહેતા જોન ઓલીવરે પોલીસને કહ્યું છે કે,ગઇરાતે હું મારી પત્ની,મિત્ર અને ભત્રીજો બેઠા હતા ત્યારે મારો ભત્રીજો વિનય કચરો નાંખવા  બહાર નીકળ્યો તે દરમિયાન બે અજાણ્યા યુવકોએ તેના પર પથ્થરવડે હુમલો કર્યો હતો.

મારો ભત્રીજો ઇજાગ્રસ્ત હાલતમાં ભાગીને ઘરમાં દોડી આવ્યો હતો અને દરવાજો  બંધ કરતાં હુમલાખોરોએ પેવરબ્લોક વડે બારીના કાચ તોડયા હતા અને ઘરમાં ઘૂસી અમે પતિ-પત્ની તેમજ મિત્ર પર પણ હુમલો કર્યો હતો.

તો બીજા એક  બનાવમાં રોમનપાર્ક  પાસે રહેતો સુરેશ દૂધ લેવા નીકળ્યો ત્યારે કોઇ અજાણ્યા હુમલાખોરે તેના પર પથ્થર વડે હુમલો કરતાં ઇજાગ્રસ્ત થયો હતો.જેથી છાણી પોલીસે  બંને  બનાવ અંગે અલગ અલગ  બે ગુના નોંધ્યા છે.


Google NewsGoogle News