સાળાને છરીના ઘા ઝીંકી હત્યા કરનાર કૌટુંબીક બનેવીને આજીવન કેદની સજા
૨૦૨૧માં બનેલા ખૂનના ગુનામાં રાજકોટ કોર્ટનો ચૂકાદો
રાજકોટના જયજવાન જય કિસાન સોસાયટી પાસે રહેતા આરોપીએ ઘરે રહેવા બાબતે સાળાને પતાવી દીધો હતો
આ કેસની વિગત એવી છે કે ૨૦૨૧માં મોરબી રોડ પર જય જવાન જય
કિસાન સોસાયટી પાસે ૨૫ વારીયામાં રહેતા આરોપી મહેશ સદાદીયાના ઘરે તેનો કૌટુંબીક
સાળા ભાવેશ ચનીયારા (ઉ.વ.૨૨) રહેતો હતો. જે મહેશને ગમતું ન હોવાથી બંને વચ્ચે
અવારનવાર ઝઘડા થતા હતા. ગઇ તા. ૨૧-૧-૨૧નાં મહેશે ભાવેશ સાથે ઝઘડો કરી છરીના ઘા
ઝીંકી દેતા ભાવેશનું મૃત્યુ નિપજ્યું હતું.
આ અંગે મૃતક ભાવેશના ભાઈ વિપુલે મહેશ સદાદીયા સામે ફરિયાદ
નોંધાવતા બી ડીવીઝન પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી જેલહવાલે
કર્યો હતો.
આ કેસ ચાલી જતાં ન્યાયાધીશ વી.કે. ભટ્ટે આરોપી મહેશને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ બીનલબેન રવેશીયા રોકાયા હતાં.