Get The App

ગાંધીધામના ચુડવા ગામના પરિવારને વીસનગર પાસે અકસ્માત : ત્રણ મોત

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
ગાંધીધામના ચુડવા ગામના પરિવારને વીસનગર પાસે અકસ્માત : ત્રણ મોત 1 - image


ઉનાવા મીરા દાતારે સલામ ભરવા જતાં બામરોલી પાટિયા પાસે ગાડી પલટી

ચાલક તથા મહિલાનું ઘટનાસ્થળે જ મોત : બે ઇજાગ્રસ્તોને ધારપુર અન્ય પાંચને રાધનપુર ખાતે સારવાર  અર્થે ખસેડાયા

રાધનપુર: કચ્છના ગાંધીધામ તાલુકાના ચુડવા ગામનો મુસ્લિમ પરિવાર ગાડી લઈ વિસનગર તાલુકાના ઉનાવા ખાતે મીરાદાતારની દરગાહે જઇ રહ્યો હતો. તે દરમિયાન  સાતલપુર-વારાહી હાઇવેના  બામરોલી પાટિયા પાસે ડ્રાઇવરે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.  જેમાં હાઇવે રોંગ સાઈડમાં ગાડી પલટીખાઇ ખાડામાં પડી હતી.  ગાડીમાં સવાર મુસાફરો એ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા .ગાડીમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં એક પુરુષ અને એક મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે એક બાળકનું સારવાર દરમિયાન મોત નીપજયુ હતું. જ્યારે ૭ લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 

ગાંધીધામ તાલુકાના ચુડવા ગામના મુસ્લિમ પરિવારના નવ સભ્યો   ગાડી લઈ શનિવારના રોજ વિસનગર તાલુકાના ઉનાવા ગામે આવેલ મીરાદાતારની દરગાહે સલામ ભરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન  સાંતલપુર વારાહી હાઇવેના   બામરોલી પાટિયા પાસે બપોરના સુમારે  ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતાં  ગાડી હાઇવે પરથી સામેની બાજુના રોડ પર  પલટી ખાઇ ંબાજુના ખાડામાં ખાબકી હતી. જેના લીધે  ગોઝારા અકસ્માત સર્જાયો હતો. 

અકસ્માત સર્જાતા ગાડીમાં બેઠેલા મુસાફરોની ચિચિયારી અને બુમા બુમ થી લોકો મદદે દોડી આવ્યા હતા. અકસ્માતમાં   ચાલક સહિત  એક મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું .ચાર બાળકો ,બે મહિલા ,એક પુરુષ સહિત સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ તમામ લોકોને ધારપુર ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક બાળકનું મોત નિપજ્યું હતું અને અન્ય ઇજાગ્રસ્તોને રાધનપુર ખાતેની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા .આ અકસ્માતની જાણ થતા જ વારાહી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી .મૃતક અને ઈજાગ્રસ્તોને પ્રાઇવેટ વાહનો  અને ૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ નેશનલ હાઇવે ની એમ્બ્યુલન્સ દ્વારા સીએચસી ખાતે લઈ જવામાં આવ્યા હતા. ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે દ્વારા રિફર કરવામાં આવ્યા હતા.



અકસ્માતમાં ભોગ બનેલા મૃતકો

૧.ઉસ્માન ભાઈ ઉંમર ભાઈ કુરેજા

૨. ફરીદબેન ઉસ્માન ભાઈ કુરેજા

૩. આસિફ અઝગર ભાઈ કુરેજા

અકસ્માતમાં ભોગ બનેલા ઇજાગ્રસ્તો

૧. જુસબ હાજી કુરેજા

૨.જેનબ આમદ કુરેજા

૩. તસ્લીમ આમદ કુરેજા

૪. હાજરા જુસબ કુરેજા

૫. આશિયા અઝગર કુરેજા

૬.ઉમર ભઈ અજગરભાઈ કુરેજા


Google NewsGoogle News