Get The App

ભરૂચમાંથી ઝડપાયો નકલી કિન્નર, અસલી કિન્નર અને સ્થાનિકોએ ચખાડ્યો મેથીપાક

Updated: Dec 15th, 2024


Google News
Google News
ભરૂચમાંથી ઝડપાયો નકલી કિન્નર, અસલી કિન્નર અને સ્થાનિકોએ ચખાડ્યો મેથીપાક 1 - image


Fake Transgender Caught In Bharuch: ભરૂચમાં નકલી કિન્નરોનો ત્રાસ વધી રહ્યો છે, જેના લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આ દરમિયાન એક કિન્નરનો વેશ ધારણ કરીને લોકોને ઠગતો એક શખસ ઝડપાયો છે. તેને સોસાયટીના રહીશોએ અને અસલી કિન્નરોએ બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો. 

ઈજાગ્રસ્ત થયેલ નકલી કિન્નરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો

મળતી માહિતી અનુસાર, ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં એક શખસ કિન્નરનો વેશ ધારણ છેતરપિંડી કરતો હતો. છેલ્લા ઘણાં દિવસથી મેસેજ વહેતા થયા હતા કે, એક વ્યક્તિ નકલી કિન્નર બનીને લોકોને લૂંટે છે. આ દરમિયાન એક નકલી કિન્નર સોસાયટીમાં ઘૂસી જતા સ્થાનિક લોકો અને અસલી કિન્નરોને મેથીપાક ચખાડ્યો હતો. આ ઘટના જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત થયેલ નકલી કિન્નરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ભરૂચમાંથી ઝડપાયો નકલી કિન્નર, અસલી કિન્નર અને સ્થાનિકોએ ચખાડ્યો મેથીપાક 2 - image

આ પણ વાંચો: કરોડોનું મકાન-સ્કૂલ, 60 લાખના ઘરેણાં, રોકડા.... સસ્પેન્ડ ઓફિસર પર દરોડામાં 'અખૂટ' સંપત્તિ ઝડપાઈ


ઉલ્લેખનીય છે કે, અગાઉ ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારની સોસાયટીઓમાં નકલી કિન્નરે વશીકરણ સાથે રૂપિયા પડાવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ મામલે સ્થાનિક લોકો અને અસલી કિન્નરોએ પણ હોબાળો મચાવ્યો હતો. જે અસલી કિન્નરની ઓળખાણ આપી અનેક સોસાયટીમાંથી 10,000થી 30,000 સુધીની રકમ પડાવી હોવાના મામલા આવ્યા સામે આવતા અસલી કિન્નરો પોલીસ મથકે પહોંચ્યા હતા.

ભરૂચમાંથી ઝડપાયો નકલી કિન્નર, અસલી કિન્નર અને સ્થાનિકોએ ચખાડ્યો મેથીપાક 3 - image

Tags :
BharuchFake-transgender

Google News
Google News