Get The App

વધુ એક નકલી સ્કૂલનો થયો ખુલાસો, ધોરાજીમાં વિદ્યાર્થીઓ વગરની શાળાના શિક્ષકને 10 વર્ષથી મળે છે પગાર

Updated: Nov 30th, 2024


Google NewsGoogle News
Dhoraji


Fake School Found In Dhoraji : ગુજરાતમાં નકલીની ભરમાર વચ્ચે હવે ધોરાજીમાં નકલી સ્કૂલ ઝડપાઈ છે. ધોરાજીના છાડવાવદર ગામ ખાતે બોગસ સ્કૂલ ચાલતી હોવાનો ગ્રામજનોએ ખુલાસો કર્યો છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓ આવતા ન હોવા છતાં શિક્ષક 10 વર્ષથી સરકારી પગાર લેતાં હોવાની જાણકારી મળી છે. સમગ્ર મામલો ઉજાગર થતા શાળાના આચાર્ય અને શિક્ષકો ગાયબ થઈ ગયા છે. 

ધોરાજીમાં ઝડપાઈ નકલી સ્કૂલ

મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં જે. જે. કાલરીયા સ્કૂલ બોગસ હોવાનો ગ્રામજનો સહિતના જાગૃત નાગરિકોએ ઘટસ્ફોટ કર્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, છેલ્લા 10 વર્ષથી આ સ્કૂલ બંધ હાલતમાં છે.ચોંકાવનારી વાત તો એ છે કે સ્કૂલમાં વિદ્યાર્થીઓના નામ બોલાઈ રહ્યાં છે, પરંતુ એક પણ વિદ્યાર્થી અભ્યાસ કરવા આવતા નથી. તેમ છતાં વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃતિ સહિતના તમામ પ્રકારનું શૈક્ષણિક લાભ આ સ્કૂલ મેળવી રહી છે. આ ઉપરાંત, 10 વર્ષથી શિક્ષક પગાર પણ મેળવતા હોવાનું સામે આવ્યું છે. 

આ પણ વાંચો : અમદાવાદ: એસ.જી. હાઈવે પર સાઈકલિંગ કરતા ડોક્ટરને અડફેટે લેનાર કાર ચાલક ઝડપાયો

ગ્રામજનોનો દાવો છે કે, રાજકારણીઓની રહેમરાહે ગામમાં આ સ્કૂલ ધમધમી રહી છે. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમની તપાસમાં પણ આ બાબતે ખુલાસો થયો હતો. છેલ્લા ઘણા સમયથી ચાલતી આ માધ્યમિક સ્કૂલમાં ધોરણ 9-10ની ગ્રાન્ટ પણ મેળવવામાં આવતી હતી. સમગ્ર મામલે વિવાદ સામે આવતાની સાથે જ ટ્રસ્ટીઓ અને શિક્ષકો ગાયબ થઈ ગયા છે.



Google NewsGoogle News