Get The App

અમરેલીમાંથી ઝડપાયો નકલી પોલીસકર્મી, અસલી પોલીસે શંકાના આધારે પૂછપરછ કરતાં ફૂટ્યો ભાંડો

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
અમરેલીમાંથી ઝડપાયો નકલી પોલીસકર્મી, અસલી પોલીસે શંકાના આધારે પૂછપરછ કરતાં ફૂટ્યો ભાંડો 1 - image


Fake Policeman Arrested From Amreli : ગુજરાતમાં નકલી પોલીસ અધિકારી, જજ, કોર્ટ સહિત નકલીની ભરમાર વચ્ચે અમરેલી જિલ્લામાં નકલી પોલીસકર્મી ઝડપાયો છે. અમરેલીના બસ સ્ટેશન વિસ્તારોમાં ગુજરાત પોલીસનો યુનિફોર્મ પહેરીને ફરતા શખસને એલસીબીએ ઝડપી પાડ્યો. સમગ્ર મામલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી કોઈ સાથે છેતરપિંડી થઈ કે નહી તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે. જિલ્લામાં નકલી પોલીસકર્મી ઝડપાતા જિલ્લા પોલીસ વડા પણ ચોંકી ગયા હતા અને સધન તપાસ કરવાની સૂચના આપી છે.

નકલી પોલીસકર્મી ઝડપાયો

અમરેલીના બસ સ્ટેશન વિસ્તારમાં નેમ પ્લેટ સાથે ગુજરાત પોલીસના યુનિફોર્મ સજ્સાજ એક શખસ આંટાફેરા મારી રહ્યો હતો. બસ સ્ટેશનમાં જ હાજર એલસીપી પોલીસને ખાખી વર્ધીમાં આંટાફેરા મારી રહેલા પોલીસકર્મીની વર્તણૂક પર શંકા ગઈ હતી. જેથી તેની પાસે જઈ અસલી પોલીસે પૂછપરછ કરી. પ્રાથમિક તપાસમાં જ ખાખીધારી યુવક અસલી પોલીસ ન હોવાનું ઉજાગર થઈ ગયું. જેથી એલસીબી દ્વારા નકલી પોલીસની ધરપક કરી પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. 

અમરેલીમાંથી ઝડપાયો નકલી પોલીસકર્મી, અસલી પોલીસે શંકાના આધારે પૂછપરછ કરતાં ફૂટ્યો ભાંડો 2 - image

આ પણ વાંચો : સુરતમાં રમતાં રમતાં બાળક ગટરમાં ખાબકી જતાં મોત, બીજા દિવસે મળ્યો મૃતદેહ, પરિવારજનોમાં માતમ

નકલી પોલીસકર્મી પાસેથી યુનિફોર્મ, મોબાઈલ સહિતની વસ્તુઓ જપ્ત

મળતી માહિતી પ્રમાણે, શહેરમાં નકલી પોલીસ બનીને ફરતો શખસ ઉમેશ રાહુલભાઈ વસાવા (ઉં.વ.31) તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ચિતપુર ગામનો રહેવાસી છે. નકલી પોલીસકર્મી પાસેથી યુનિફોર્મ, કેપ, બેલ્ટ, બુટ એક મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. સમગ્ર મામલે સિટી પોલીસે ગુનો નોંધ્યો છે, અને આરોપીએ અન્ય કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી કરી છે કે નહી તેને લઈને વધુ તપાસ શરૂ કરાઈ છે. 


Google NewsGoogle News