ડિજીટલ એરેસ્ટ કરીને નકલી પોલીસે ૧૩.૮૦ લાખ પડાવ્યાં
ગત ફેબુ્રઆરીના કિસ્સામાં ફરિયાદ નોંધાઇ
તમે ઇરાન મોકલેલા પાર્સલમાંથી એમડી ડ્રગ્સ મળ્યાનું જણાવીને ગઠિયાઓએ ખાનગી કંપનીના મેનેજરને શીશામાં ઉતાર્યો હતો
ગાંધીનગર : શિક્ષિત લોકોને ડિજીટલ એરેસ્ટના નામે શિકાર બનાવતી ગઠિયા ગેંગ સામે વધુએક ફરિયાદ નોંધાઇ છે. ફેબ્આરી મહિનામાં બનેલા બનાવ સંબંધે સાઇબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના અંતર્ગત ગાંધીનગરના મોટેરા વિસ્તારના રહેવાસી એવા ખાનગી કંપનીના મેનેજરને ગઠિયાઓએ તમે ઇરાન મોકલેલા પાર્સલમાંથી એમડી ડ્રગ્સ મળ્યાનું જણાવીને શીશામાં ઉતાર્યો હતો અને રૃપિયા ૧૩.૮૦ લાખ ખંખેરી લીધા હતાં.
મોટેરામાં ભાટ કોટેશ્વર રોડ પર રહેતા લીન્સન પીટર
નીલાસ્કોની પોલીસ સમક્ષની ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત તારીખ ૯મી ફેબુ્રઆરીએ તેના
પર ફોન આવ્યો તેમાં સામે છેડેથી ફેડેક્સ મુંબઇ બ્રાન્ચમાંથી આકાશકુમાર હોવાનું
જણાવીતમારા નામે મુંબઇથી ઇરાન માટે કુરિયર બુક થયાનું અને તેમાંથી પાંચ પાસપોર્ટ, સાત ક્રેડીટ
કાર્ડ, કપડા અને
૯૫૦ ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું છે. તથા તેનું પેમેન્ટ ક્રેડીટ કાર્ડથી થયું હોવાથી
મુંબઇ એનસીબીમાં ગુનો નોંધાયો હોવાથી ત્યાં જઇને ફરિયાદ નહીં કરો તો તમારી સામે
કાર્યવાહી થશે તેમ જણાવી ભયભીત કરીને પોલીસ અધિકારીને લાઇન પર લીધા હતાં. ત્યારે
પ્રદિપ સાવંત નામના શખ્શે પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી સ્કાયપે ડાઉનલોડ કરાવી
સ્ક્રીન શેર ઓપ્શન ચાલુ કરાવીને ઉપરોક્ત મુદ્દાઓ પર છણાવટ કરીને આખરે વિડીયો કોલ
ચાલુ રખાવીને લીન્સનને ડરાવતા ધમકાવતા રહી બેંક ખાતાની માહિતી લઇ તેને અનફ્રીઝ
થતું બચાવવાના પ્રલોભન આપીને રૃપિયા ૧૩.૮૦ લાખની છેતરપિંડી કરી હતી.