પોલીસ ભવનની ઓળખ આપીને બદલીઓના નામે ઉઘરાણા કરતો નકલી ક્લાર્ક શહેરમાંથી ઝડપાયો
રાજ્યના અલગ અલગ જિલ્લામાં પોલીસ જવાનોને
૧૨ ધોરણ સુધી ભણેલા ઠગને ગાંધીનગર એલસીબી દ્વારા સચિવાલય પાસેથી પકડી લઇને પુછપરછ બાદ ફરિયાદ દાખલ કરી ઃ આરોપીના રિમાન્ડ મેળવવા માટે તજવીજ
ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ
કર્મચારીઓની આંતર જિલ્લા બદલીની કાર્યવાહી પોલીસ ભવન કચેરી ગાંધીનગરથી કરવામાં
આવતી હોય છે. ત્યારે બદલી કરાવવા ઈચ્છુક પોલીસ કર્મચારીઓની માહિતી મેળવીને
જન્મેજયસિંહ પ્રવિણસિંહ ઝાલા,
(હાલ રહે. સેક્ટર-૨૬ ગાંધીનગર મૂળ દેધરોટા ગામ તાલુકો હિંમતનગર) સામેથી સંપર્ક
કરી પોતાની ઓળખ ગાંધીનગર પોલીસ ભવનની બી બ્રાન્ચના ક્લાર્ક તરીકે આપી ઠગાઈ કરતો
હોવાની બાતમી ગાંધીનગર એલસીબીને મળી હતી.
જેના પગલે એલસીબીએ
ગાંધીનગર સચિવાલય ગેટ ૪થી પોલીસ ભવન તરફ રોડ ઉપર વોચ ગોઠવીને ઠગ જન્મેજયસિંહને
ઝડપી લીધો હતો. જેની પ્રાથમિક પૂછપરછમાં પોતે ધોરણ-૧૨ પાસ તેમજ પોલીસ ભવનમાં નોકરી
નહીં કરતો હોવાનું સામે આવ્યું હતું. જેનાં મોબાઈલમાં વોટ્સએપમાં અલગ અલગ પોલીસ
કર્મચારીઓ સાથે બદલી કરાવી આપવા અંગેની ચેટ તેમજ અલગ અલગ પોલીસ કર્મચારીઓ પાસેથી
રોકડ, ફોન પે, ગુગલ પે જેવી
એપ્લિકેશન માધ્યમથી બદલી કરાવવાના નામે રૃપિયા મેળવવામાં આવ્યા હોવાની પણ વિગતો
તપાસમાં બહાર આવી હતી. જેથી તેની સામે ગાંધીનગરના સેક્ટર ૭ પોલીસ મથકમાં ગુનો પણ
દાખલ કરવામાં આવ્યો છે.
આ અંગે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી વાળાએ જણાવ્યું હતું
કે, આરોપી
જન્મેજયસિંહ પોલીસ મથકમાં પીએસઓને ફોન કરતો હતો અને તેમના પોલીસ મથકમાં જે જવાનોની
બદલી કરવાની હોય તેમની વિગતો મેળવી અને ત્યારબાદ તેમની અરજી મંગાવીને રૃપિયા લઇ
વહીવટ કરતો હતો. હાલ તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ પણ શરૃ કરવામાં આવી છે.
અગાઉ સીસીસી પ્લસના બોગસ સર્ટીમાં પણ પકડાયો હતો
પોલીસ ભવનના બોગસ ક્લાર્ક તરીકે ઝડપી લેવામાં આવેલા આરોપી જન્મેજયસિંહ ઝાલા સામે અગાઉ ગાંધીનગરમાં પણ સીસીસી પ્લસના બોગસ સર્ટી આપવા સંદર્ભે પણ ગુનો દાખલ થયો હતો હાલ તેની અન્ય કોઈ ગુનાઓમાં સંડોવણી છે કે નહીં તે અંગે પણ એલસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.