Get The App

ગોંડલના ગ્રાફિક્સના વ્યવસાયીને ધમકાવી નકલી એ.એસ.આઈ.એ પાંચ લાખ પડાવી લીધા

Updated: Jan 21st, 2025


Google NewsGoogle News
ગોંડલના ગ્રાફિક્સના વ્યવસાયીને ધમકાવી નકલી એ.એસ.આઈ.એ પાંચ લાખ પડાવી લીધા 1 - image


અગાઉ રાજકોટમાં કપલને ધમકાવી આજ નકલીએ ૩૧ હજારનો તોડ કર્યા પછી ફરી લખણ ઝળકાવ્યા

નાણાં પડાવ્યા બાદ ન ધરાતાં વધુ બે લાખ લેવા આજે આવતાજ ગોંડલમાં અસલી પોલીસે દબોચી લીધો,ભાગવા જતાં ઈજાગ્રસ્ત બન્યો

 ગોંડલ :  ગોંડલમાં ત્રણખૂણિયા પાસે ગ્રાફિકનો વ્યવસાય કરતા એક વેપારીને છેડતી  અને બળાત્કારના ભારે ગુનામાં ફીટ કરાવી દેવાની ધમકી આપી  ક્રાઈમ બ્રાંચ નાં એ.એસ.આઇ. ની ઓળખ આપ્યા બાદ રાજકોટ એક કુખ્યાત શખ્સે ગ્રાફિકના વ્યવસાયી પાસે  રૃા.પાંચ લાખ નો તોડ કર્યા બાદ  વધુ બે લાખ પડાવવા માટે ગોંડલ આવેેલા નકલી એએસઆઈનેે અસલીપોલીસે દબોચી લઇ કાર્યવાહી કરી હતી.આ વખતે ભાગવા જતાં એને પગમાં ઈજા થઈ હતી. ઉલ્લેખનીય છે કે ગોંડલમાં ઝડપાયેલા નકલી એએસઆઇ  સામે તાજેતરમાં જં રાજકોટમાં ગેસ્ટહાઉસ માંથી બહાર નિકળતા કપલને ધમકાવી ૩૧ હજાર નો તોડ કર્યા ની ફરિયાદ રાજકોટ એ ડીવીઝન પોલીસમાં થયેલી છે.આમ છતાં નકલીની પ્રેકટિસ છોડી નથી. તેણે ફરી બીજી વખત લખણ ઝળકાવ્યા હતા.

બનાવ ની પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ નાં ભોજરાજપરામાં રહેતા અને જેતપુર રોડ ત્રણખુણીયા પાસે બંશી ગ્રાફિક નામે ઓફિસ ચલાવતા કેયુરભાઇ કમલેશભાઈ કોટડીયા (ઉ.વ.૨૮) ગત તા.૨૧/૧૨ નાં ઓફીસ નાં કામે રાજકોટ ગયા હતા.જ્યાં ગીરીશભાઈ પરમાર પાસેથી પેમેન્ટ લેવાનું હોય પેમેન્ટ લઈ લીમડા ચોકથી બસસ્ટેન્ડ જવા રીક્ષામાં બેઠેલા હતા.આ સમયે બાઇક પર આવેલા એક અજાણ્યા શખ્સે પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચ નાં એએસઆઇ તરીકે આપી કેયુરભાઇ પાસે આધારકાર્ડ માંગ્યુ હતુ.બાદમાં તુ શું કામ કરેછે તેવુ પુછતા કેયુરભાઇ એ ગોંડલ માં ગ્રાફિક નું કામ કરુછુ.તેવુ કહેતા પોલીસ ની ઓળખ આપનાર શખ્સે દુકાનનું કાર્ડ માંગતા તે આપ્યુ હતુ.બાદમાં  આધારકાર્ડ પરત કરી હંુ તપાસના કામે ગોંડલ આવીશ તેવુ કહી જતો રહ્યો હતો.કેયુરભાઇ બપોરનાં રાજકોટથી ગોંડલ પરત ફરી પોતાની ગ્રાફિક ની ઓફીસે બેઠાં હતા.ત્યારે રાજકોટમાં મળેલા શખ્સે ઓફિસમાં આવી પોતાની ઓળખ ક્રાઈમ બ્રાંચના અધિકારી મયુરસિંહ ઝાલા તરીકે આપી હતી.તેણે  કેયુરભાઇને ધમકાવેલ કે તે રાજકોટમાં એક છોકરીની છેડતી કરીછે.તારી ઉપર ફરિયાદ દાખલ થવાની છે.આથી ગભરાયેલા કેયુરભાઇ એ મે કોઇની છેડતી કરી નથી.ત્યારે આ શખ્સે ફરી ધમકાવી કડકાઈથી કહેલ કે 'તારે છેડતીનાં ગુન્હામાં ફીટ થવુ છેકે વહીવટ કરી પતાવટ કરવીછે'?.એવુ કહી કેયુરભાઇનો મોબાઇલ લઇ લીધો હતો.મોબાઇલમાં 'ગુગલ -પેચેક કરતા પંદર લાખનું બેલેન્સ હતું . એ જોયા પછી  આ શખ્સે  હું સાહેબ સાથે વાત કરી લઉ તેમ કહી ઓફિસ બહાર ગયેલ હતો.થોડીવારમાં  પરત આવી કેયુરભાઇને કહેલ કે 'છેડતીનો કેસ રફેદફે કરવો હોય તો પાંચ લાખ આપવા પડશે'.કેયુરભાઇએ ે આજીજી કરેલ ક'ે મારી પાસે આટલા પૈસા નથી.તો આ શખ્સે 'છેડતી અને બળાત્કારના ગુન્હામાં ફીટ કરી દઇશ તો દશ વર્ષ સુધી જેલમાંથી છુટીશ નહી 'તેવુ કહી ધમકી આપતા કેયુરભાઇ ગભરાઈ ગયા હતા એણે બેંક માંથી રુ.પાંચ લાખ ઉપાડી આ શખ્સને આપતા તે પૈસા લઇ ચાલ્યો ગયો હતો.

દરમિયાન તા.૨૮ ના ફરી કેયુરભાઇ ને વોટસઅપ કોલ આવ્યો હતો.જેમા' હુ તારી ઓફિસ પર આવ્યો હતો તે ક્રાઈમ બ્રાન્ચ નો એએસઆઇ મયુરસિંહ ઝાલા બોલુ છુ.સાહેબ પાંચ લાખમાં માનતા નથી.વધુ બે લાખ માંગેછે.જે તારે આપવા પડશે.હું ગોંડલ તારી ઓફીસે આવુ છું.'એવુ કહી મયુરસિંહ થોડી કલાકોમાં કેયુરભાઇની ઓફિસે આવી વધુ પૈસા માટે ધમકાવી બળાત્કારનાં કેસમાં ફીટ કરી દેવાની  ફરી ધમકી આપતા કેયુરભાઇએ પૈસાની વ્યવસ્થા કરવા દશ દિવસનો ે સમય માંગતા મયુરસિંહ જતો રહેલ.બાદમાં કેયુરભાઇ એ તેના મિત્ર અંકીતભાઇ કોટડીયાને બનાવ અંગે જાણ કરતા તેમણે બી'ડીવીઝન પોલીસ માં જાણ કરી હતી.

દરમિયાન આજે બપોરે મયુરસિંહ કેયુરભાઇની ઓફિસે આવતા જ ઓફિસ નીચેથી જ પોલીસે દબોચી લઇ આકરી પુછપરછ કરતા તે મયુરસિંહ ઝાલા નહી પણ મીહીર ભનુભાઇ કુંગશીયા રે.પોપટપરા રાજકોટ હોવાનુ જણાવ્યુ હતુ.અસલી પોલીસ ને જોઇને નકલી એએસઆઇ મીહીર ભાગવા જતા અને પડી જતા પગમાં ઇજા પંહોચી હતી.પોલીસે નકલી પોલીસ મીહીર કુંગશીયા સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મીહીર કુંગશીયા એ થોડા સમય પહેલા રાજકોટ નાં બસસ્ટેન્ડ પાછળ આવેલા ગેસ્ટહાઉસ માંથી ઉતરી રહેલા યુવક યુવતીને પોલીસ નો રોફ જમાવી રુ.એકત્રીસહજાર નો તોડ કર્યા ની ફરિયાદ રાજકોટ એ ડીવીઝન માં થઈ છે. તે પછી પણ તે આ પ્રેક્ટિસ ભૂલ્યો નથી.


Google NewsGoogle News