ધોલેરાના પ્રિન્સીપાલ સિવિલ જજના ઘરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ
- ધોલેરા પોલીસ મથકમાં બનાવ અંગે જાણવાજોગ ફરિયાદ નોંધાઈ
- પ્રજાસત્તાક દિનની પૂર્વ રાત્રિએ તસ્કરોએ જજના ઘરને ફંફોળ્યું પણ કંઈ હાથ લાગ્યું નહી
બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર પ્રજાસત્તાક દિવસની પુર્વ રાત્રિએ ધંધુકાના સ્વામીનારાયણનગરમાં રહેતા ધોલેરાના પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યૂ.મેજી. ફર્સ્ટ ક્લાસના વી.વી.જોષીના ઘરમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. સીવીલ જજના બંધ મકાનને નિશાનો બનાવી ચોરે ચોરીને અંઝામ આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બંધ મકાનમાંથી કશુ નહી મળતા તસ્કરોએ ઘરની તિજોરી અને અન્ય માલસામાનને વેરવિખેર કરી નાસી છૂટયા હતા. બનાવ અંગે ધોલેરા સિવિલ જજ વી.વી.જોશી દ્વારા ધંધુકા પોલીસ મથકમાં જાણવાજોગ ફરીયાદ નોંધાવવામાં આવી હતી. ધંધુકા પીઆઈ ગોજીયાએ જણાવ્યું હતુ કે, બનાવ અંગે પોલીસને અરજી આપવામાં આવી છે. ઘરમાંથી કોઈ વસ્તુ ગયેલી નથી. જાણવા જોગના આધારે પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે.