Get The App

દશેરા પહેલા સુરત પાલિકાના ફૂડ વિભાગનું ચેકિંગ : ફાફડા-જલેબીના સેમ્પલ લઈ પરીક્ષણ માટે લેબમાં મોકલ્યા

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
દશેરા પહેલા સુરત પાલિકાના ફૂડ વિભાગનું ચેકિંગ : ફાફડા-જલેબીના સેમ્પલ લઈ પરીક્ષણ માટે લેબમાં મોકલ્યા 1 - image


SMC Food Department : સુરત સહિત સમગ્ર ગુજરાતમાં દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા અને જલેબીનું વેચાણ થાય છે. આ ફાફડા જલેબી લોકોના આરોગ્ય માટે સુરક્ષિત છે કે નહીં તે જાણવા માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ફાફડા-જલેબીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી છે. આજે સવારથી સુરત પાલિકાના ફુડ વિભાગ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારમાં ફાફડા અને જલેબીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાંથી નમુના લેવાનું શરુ કરાયું છે. ફાફડા જલેબી લોકોના આરોગ્ય માટે સુરક્ષિત છે કે નહીં તેનું લેબમાં પરીક્ષણ કરાશે. જો કોઈ સેમ્પલ પરીક્ષણમાં નિષ્ફળ જાય તો તેની સામે કાર્યવાહી કરાશે.

દશેરા પહેલા સુરત પાલિકાના ફૂડ વિભાગનું ચેકિંગ : ફાફડા-જલેબીના સેમ્પલ લઈ પરીક્ષણ માટે લેબમાં મોકલ્યા 2 - image

 ખાણીપીણીના શોખીન સુરતીઓ દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા-જલેબી ઝાપટી જતા હોય છે. આ દિવસે ફાફડા અને જલેબીને વેચાણમાં ભારે ઉછાળો આવે છે. દશેરાના દિવસે ફાફડા અને જલેબીની ભારે ડિમાન્ડ હોવાથી ફરસાણ વેચાણ કરનારા વેપારીઓની દુકાન પર લાંબી લાંબી લાઈનો જોવા મળે છે. દશેરાના દિવસે ફાફડા અને જલેબીના વેચાણમાં તેજી હોવાથી ફરસાણ બનાવનારા સાથે-સાથે ફાફડા જલેબીનું વેચાણ કરે છે. મોટી સંખ્યામાં ફાફડા-જલેબીનો ઓર્ડર હોવાથી દશેરાના આગલા દિવસથી જ વેપારીઓ ફાફડા બનાવવાની કામગીરી શરૂ કરી દે છે. 

દશેરાના દિવસે લોકો જે ફાફડા અને જલેબી ખાય છે તે આરોગ્યપ્રદ છે કે નહીં તે જાણવા માટે સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ આજે સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી છે. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ફાફડા અને જલેબીનું વેચાણ કરનારા ફરસાણના વેપારીઓને ત્યાંથી ફાફડા અને જલેબીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી છે. ફૂડ વિભાગના જણાવ્યા પ્રમાણે આ સેમ્પલ લીધા બાદ તેની ચકાસણી લેબમાં મોકલાશે. જો કોઈ વેપારી પાસે લીધેલા સેમ્પલ તપાસમાં નિષ્ફળ જાય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.


Google NewsGoogle News