Get The App

રાજ્ય વેરાનિરીક્ષક પરીક્ષાના ઉમેદવારો માટે આજે એકસ્ટ્રા એસટી બસ દોડાવાશે

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
રાજ્ય વેરાનિરીક્ષક પરીક્ષાના ઉમેદવારો માટે આજે  એકસ્ટ્રા એસટી બસ દોડાવાશે 1 - image


ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા યોજાનારી

ડેપો તંત્ર દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારો તરફ ઉમેદવારો માટે બસનું સંચાલન કરાશે

ગાંધીનગર : સમગ્ર રાજ્યમાં રવિવારે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમેદવારોને અવરજવર કરવામાં મુશ્કેલી ન પડે તે માટે એસ.ટી તંત્ર દ્વારા પણ વધારાની બસ દોડાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૃપે ગાંધીનગર ડેપો દ્વારા ઉમેદવારો માટે બસની ફાળવણી કરવામાં આવશે.ત્યારે પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોને મુકવા માટે બસનું સંચાલન કરાશે.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સમગ્ર રાજ્યમાં  રવિવારે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પરીક્ષાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.જેમાં હજારોની સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા આપવા માટે બેઠા છે.ત્યારે ઉમેદવારોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી.ત્યારે અલગ અલગ સેન્ટર ઉપર ઉમેદવાર નિયત સમયે પહોંચી શકે તે માટે બસ પણ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો  પરીક્ષા અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ૫૩ કેન્દ્રો ઉપર ૧૨૦૦૦થી વધુ ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવશે.તો બીજી તરફ પરીક્ષા પૂર્ણ થયા બાદ ગાંધીનગર શહેરમાં જે ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવ્યા હશે અને તેમને પરત ફરવા માટે મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા બસની સુવિધા પૂરી પાડવામાં આવશે. ડેપો દ્વારા પરીક્ષા પૂર્ણ થયા બાદ બપોરના સમયે ઉમેદવારોની માંગને ધ્યાને રાખીને વિવિધ રૃટ ઉપર વધારાની બસ દોડાવવામાં આવશે.પરીક્ષાના ઉમેદવારો માટે પણ બસની ફાળવણી કરીને સંચાલન કરવામાં આવશે.આમ ઉમેદવારોને અવરજવર કરવામાં મુશ્કેલી ન પડે તે માટે ડેપો દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે.


Google NewsGoogle News