Get The App

જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસનો રૂટ લંબાવાયો, સુરતના ઉધના સુધી દોડશે, રેલવે રાજ્યમંત્રીએ 'X' પર આપી માહિતી

જામનગરથી અમદાવાદ સુધી વંદે ભારત ટ્રેનનો રૂટ લંબાવાયો

ગુજરાતમાં સુરતથી ચાર વંદે ભારત ટ્રેન દોડતી થઈ

Updated: Nov 16th, 2023


Google NewsGoogle News
જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસનો રૂટ લંબાવાયો, સુરતના ઉધના સુધી દોડશે, રેલવે રાજ્યમંત્રીએ 'X' પર આપી માહિતી 1 - image

Ahmedabad-Jamnagar Vande Bharat Express : 24 સપ્ટેમ્બરના રોજ જામનગરથી અમદાવાદ (22925/26) વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરાઈ હતી. જોકે હવે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. જામનગર-અમદાવાદ વચ્ચે દોડતી ટ્રેનનો રૂટ સુરતના ઉધના સુધી લંબાવાયો છે. તેથી હવે જામનગરથી સુરત જતા મુસાફરો માટે સુવિધાજનક સાબિત થશે. આ અંગે રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે 'X' પર માહિતી આપી છે. મહત્વનું છે કે, જામનગરથી અમદાવાદ સુધી વંદે ભારત ટ્રેનનો રૂટ લંબાવાતા હવે ગુજરાતમાં સુરતથી ચાર વંદે ભારત ટ્રેન દોડતી થઈ છે.

જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ બંને દિશામાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ સ્ટેશનો પર સ્ટોપેજ છે. આ ટ્રેનમાં AC ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે. ત્યારે હવે આ ટ્રેનને વધુ એક સ્ટોપેજ અપાયું છે. એટલે કે હવે આ વંદે ભારત ટ્રેન જામનગરથી સુરતના ઉધના સુધી દોડશે. આ નિર્ણયથી જામનગર અને સુરતવાસીઓની સુવિધામાં વધારો થયો છે.

અમદાવાદ-મુંબઇ રૂટ પર પણ તૈયારી!

મહત્વનું છે કે, ટુંક સમયમાં વધુ એક રૂટ પર વંદે ભારત ટ્રેન દોડાવવાનો પ્રસ્તાવ છે. જેના માટે ભારતીય રેલવે દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. નવી વંદે ભારત ટ્રેન અમદાવાદથી મુંબઈ સુધી દોડશે. હાલની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 20901/20902 હાલમાં અમદાવાદ-મુંબઈ રૂટ પર દોડી રહી છે. વંદે ભારત આ રૂટ પરની સૌથી ઝડપી અને સૌથી આરામદાયક ટ્રેન છે. આ જોતાં રેલવે બોર્ડે અમદાવાદ-મુંબઈ રૂટ પર બીજી વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનનું ટ્રાયલ 10મી નવેમ્બરથી શરૂ થયું છે. હવે તેના સંચાલન અંગે અંતિમ નિર્ણય લેવાશે.

9 વંદે ભારત ટ્રેનને અપાઈ હતી લીલીઝંડી

24 સપ્ટેમ્બરે PM મોદીએ એકસાથે 9 વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી આપી હતી. આ અંતર્ગત જામનગરથી અમદાવાદ વચ્ચે પણ વંદે ભારત ટ્રેનને પણ લીલીઝંડી અપાઇ હતી. આ સિવાય હૈદરાબાદ-બેંગલુર, કાસરગોડ-તિરૂવનંતપુરમ, જયપુર-ઉદયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, ચેન્નઈ-તિરૂનેલવેલી, પુરી-રાઉરકેલા અને વિજયવાડા-ચેન્નઈ વચ્ચે પણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી અપાઇ હતી. આ 9 વંદે ભારત ટ્રેન શરૂ થતા ભારતમાં વંદે ભારત ટ્રેનની સંખ્યા વધીને 33 થઇ ગઇ હતી.



Google NewsGoogle News