દર ગુરૂવારે ભાવનગર-હરિદ્વાર વચ્ચે એક્સપ્રેસ ટ્રેન દોડશે, આજથી આરંભ
- અઠવાડિયામાં બે દિવસ ટ્રેન ચલાવવાની મંજૂરી અપાતા
- બન્ને દિશામાં ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ ઉભી રહેશે
ભાવનગરના ડીઆરએમ રવીશ કુમારના દિશા નિર્દેશ હેઠળ આ ટ્રેન દર ગુરુવારે ભાવનગર ટમનસ સ્ટેશનથી ચાલશે. ભારત સરકારના ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં ટ્રેનનો શુભારંભ થશે.
ભાવનગરના ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર ટ્રેન નં. ૧૯૨૭૧ ભાવનગર - હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન તા. ૧૩-૨થી દર ગુરૂવારે ભાવનગર ટમનસ સ્ટેશનથી રાત્રે ૨૦.૨૦ કલાકે ઉપડશે અને શનિવારે પ્રાતઃ ૦૩.૪૦ કલાકે હરિદ્વાર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૧૯૨૭૨ હરિદ્વાર - ભાવનગર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન ૧૫-૨થી દર શનિવારે પ્રાતઃ ૦૫.૦૦ કલાકે હરિદ્વારથી ઉપડશે અને રવિવારે બપોરે ૧૨.૦૦ કલાકે ભાવનગર ટમનસ પહોંચશે.
આ ટ્રેન ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાટણ, ભીલડી જંક્શન, ધનેરા, રાનીવાડા, મારવાડ ભીનમાલ, મોદરાન, જાલોર, મોકલસર, સમદડી જંકશન, જોધપુર, ડેગાના જંક્શન, છોટી ખાટૂ, ડીડવાના, લાડનૂં, સુજાનગઢ, રતનગઢ જંક્શન, ચૂરૂ જંક્શન, સાદુલપુર જંક્શન, હિસાર જંક્શન, જાખલ જંક્શન, સુનામ ઉધમ સિંહ વાલા, ધૂરી જંક્શન, પટિયાલા, રાજપુરા જંક્શન, અંબાલા કેન્ટ જંક્શન, સહારનપુર જંક્શન અને રૂડકી સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ૨ ટાયર, એસી ૩ ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ સામેલ હશે.