Get The App

ચોમાસું વહેલું આવવાના એંધાણ, સુરત સહિત દ.ગુજરાતમાં આજે વરસાદ પડશે

હવામાન વિભાગની આગાહી

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
ચોમાસું વહેલું આવવાના એંધાણ, સુરત સહિત દ.ગુજરાતમાં આજે વરસાદ પડશે 1 - image


સુરત

સુરત શહેરમાં સતત તાપમાન વધવાની સાથે જ અસહય ઉકળાટ, વચ્ચે આવતીકાલ શુક્રવારે સુરત શહેરના કેટલાક વિસ્તારો સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની શરૃઆત થાય તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે.

હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ આજે સુરતનું અધિકતમ તાપમાન ૩૬.૮ ડિગ્રી, લઘુતમ તાપમાન ૨૯.૫ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૫૩ ટકા, હવાનું દબાણ ૧૦૦૫.૦ મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના નવ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. દરમ્યાન આજે ગત દિવસો કરતા તાપમાનમાં અડધો ડિગ્રીનો વધારો નોંધાયો છે. સાથે જ અસહય ગરમી, ઉકળાટ અને ભારે બફારાથી શહેરીજનો મુશ્કેલી અનુભવી રહ્યા છે. દરમ્યાન ભારતીય હવામાન વિભાગ દ્વારા અઠવાડિયાના જાહેર થયેલા ફોરકાસ્ટમાં આવતીકાલ શુક્રવારે સુરત શહેરના કેટલાક વિસ્તારો સહિત ડાંગ, નવસારી, વલસાડના કેટલાક પોકેટોમાં તોફાની વરસાદ વરસી શકે તેવી આગાહી કરાઇ હોવાથી તંત્ર એલર્ટ થઇ ગયુ છે.


Google NewsGoogle News