અશાંતધારામાં મિલકતના બોજામુક્તિ માટે સક્ષમ અધિકારીની મંજુરીમાંથી મુક્તિ

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
અશાંતધારામાં મિલકતના બોજામુક્તિ માટે સક્ષમ અધિકારીની મંજુરીમાંથી મુક્તિ 1 - image



- મિલકતધારકોએ કચેરીના ધક્કા ખાવા પડશે નહી : ગાંધીનગરથી નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પનો પરિપત્ર

        સુરત

સુરત શહેરમાં અંશાતધારા વિસ્તારમાં હવે મિલ્કતધારકોને મિલ્કતના બોજા મુકિત માટે લેવી પડતી સક્ષમ અધિકારીની મંજુરીમાંથી મુકિત આપવામાં આવતા અનેક મિલ્કતધારકોના કચેરીમાં મંજુરી માટે થતા ધરમના ધક્કા બંધ થઇ જશે. ગાંધીનગર સ્થિત નોંધણી સર નિરીક્ષક દ્વારા દ્વારા હુકમ કરતા સુરત શહેરમાં ખુશી ફેલાઇ હતી.

સુરત શહેરમાં અંશાતધારો લાગુ હોવાથી કોઇ પણ મિલ્કત ખરીદતી કે વેચતી વખતે સક્ષમ અધિકારી એટલેકે સંબંધિત પ્રાંત ઓફિસરની ફરજિયાત મંજુરી લીધા પછી જ દસ્તાવેજ નોંધણી થાય છે. એટલુ જ નહીં અંશાતધારા વિસ્તારમાં મિલ્કત પર લીધેલ લોન કે ગીરો પુરો થયા પછી બોજો મુકિત માટે પણ મિલ્કતધારકોએ કચેરીના ધક્કા ખાવા પડતા હતા. આથી ગાંધીનગર સ્થિત નોંધણી સર નિરીક્ષક અને સુપરિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા એક પરિપત્ર જારી કરીને અંશાતધારા વિસ્તારમાં લોન પુરી થયા પછી બોજો મુકિત માટે સક્ષમ અધિકારીની જે પૂર્વ મંજુરી લેવી પડતી હતી. તે પૂર્વ મંજુરીમાંથી હવે મુકિત આપવામાં આવી છે. મતલબ કે બોજો મુકિત માટે અંશાતધારાની મંજુરી લેવામાંથી રાહત મળી છે. જો કે કો-ઓપરેટીવ હાઉસીગ સોસાયટી દ્વારા થયેલા એલોટમેન્ટ લેટરના આધારે મિલ્કતની તબદીલ કરવામાં આવી હોય તેવા કિસ્સામાં જે તે સક્ષમ અધિકારીની મંજુરી લઇને દસ્તાવેજ નોંધણી કરવાનો આદેશ કરાયો છે. આમ મિલ્કત બોજો મુકિત માટે સક્ષમ અધિકારીની મંજુરીમાંથી મુકિત આપતા શહેરીજનોને રાહત થઇ છે.


Google NewsGoogle News