Get The App

વધુ એક ભ્રષ્ટાચારી અધિકારી પર સરકારી ગાજ, નર્મદા નિગમના કાર્યપાલક ઈજનેર ફરજિયાત નિવૃત્ત

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
વધુ એક ભ્રષ્ટાચારી અધિકારી પર સરકારી ગાજ, નર્મદા નિગમના કાર્યપાલક ઈજનેર ફરજિયાત નિવૃત્ત 1 - image


Corrupt Officials Retired: ગુજરાત સરકારે ભ્રષ્ટાચાર અને ગેરરીતિના કારણોસર વધુ એક ઈજનેરને તાત્કાલિક રીતે નોકરીમાંથી અપરિપક્વ નિવૃત્ત કરવાનો હુકમ કર્યો છે. આ હુકમ નર્મદા નિગમ તરફથી થયો છે. આ ઈજનેર સામે ખાતાકીય તપાસ પણ ચાલી રહી છે.

નર્મદા નિગમના કાર્યપાલક ઇજનેરને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા

આદેશમાં જણાવાયું છે કે, હાલ સરદાર સરોવર નર્મદા નિગમના તાબા હેઠળની કાર્યપાલક ઈજનેર, કચ્છ શાખા નહેરના રાધનપુર ખાતે વર્ગ-1ના કાર્યપાલક ઈજનેર (સિવિલ) તરીકે ફરજ બજાવતા અશ્વિનકુમાર પરમારને જાહેર હિતમાં તાત્કાલિક અસરથી અપરિપક્વ રીતે નિવૃત્તિ (પ્રિમેચ્યોર રિટાયર્સ)ના હુકમો કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમરેલીમાં જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા, તપાસમાં પ્રેમ પ્રકરણ હોવાની આશંકા


આ અધિકારીની સરદાર સરોવર નર્મદા નિગમ, ગાંધીનગર હેઠળની પ્રતિનિયુક્તિ સમાપ્ત કરી બુધવારે(છઠ્ઠી નવેમ્બર) બપોરે સરકારી સેવામાંથી રૂખસદ આપવામાં આવી છે. અશ્વિન પરમારની સૂચના બહાર પાડ્યાના દિવસ પહેલાં જે દરે આકારવામાં આવે છે તે સમાન દરે જ આકારાતી રકમની સમકક્ષ રકમના પગાર અને ભથ્થાં ત્રણ મહિનાના સમયગાળા માટે ચૂકવવામાં આવશે.આ હુકમના અનુસંધાને અશ્વિન પરમાર સામે ચાલતી ખાતાકીય તપાસ તેમની અપરિપક્વ નિવૃત્તિ બાદ પણ ગુજરાત સિવિલ સર્વિસિઝ (પેન્શન) નિયમો હેઠળની જોગવાઇ અનુસાર ચાલુ રહેશે. આ ઉપરાંત પેનલ્ટી અમલીકરણના હુકમોની બાકી રહેતી અમલવારી ગુજરાત સિવિલ સર્વિસીઝ (શિસ્ત અને અપીલ) નિયમો તેમજ સિવિલ સર્વિસીઝ (પેન્શન) નિયમોની જોગવાઇ અંતર્ગત સમીક્ષાને આધીન રહેશે. ઓક્ટોબર 

ત્રણ મહિનામાં 14 અધિકારીઓને વહેલા નિવૃત્ત કરાયા

મહિનામાં જ સરકારે આસીસ્ટન્ટ ઈન્સપેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન ક્લાસ-2 (મદદનીશ નોંધણી સર નિરીક્ષક વર્ગ-2) પી.એલ.રાઠોડને તાત્કાલિક અસરથી પ્રિમેચ્યોર રિટાયર્ડ કરી દીધા હતા. આ પહેલાં સરકારે છેલ્લા ત્રણ મહિનામાં ભ્રષ્ટાચારની ફરિયાદો સામે 13 અધિકારીઓને નોકરીમાંથી પાણીચું પકડાવી દીધું છે તેમાં વધુ એક ઇજનેર કક્ષાના અધિકારીનો ઉમેરો થયો છે.

વધુ એક ભ્રષ્ટાચારી અધિકારી પર સરકારી ગાજ, નર્મદા નિગમના કાર્યપાલક ઈજનેર ફરજિયાત નિવૃત્ત 2 - image


Google NewsGoogle News