જીજ્ઞા ગજ્જર : ગરીબ વિદ્યાર્થીઓને ફ્રીમાં ક્રિકેટ કોચિંગ આપી પોતાનું અધૂરું સપનું પુરૂ કરતી પૂર્વ મહિલા ક્રિકેટર
પરિવારના સપોર્ટથી જીજ્ઞાનું સપનું થયું સાકાર
અમદાવાદની જીજ્ઞા ગજ્જરની ક્રિકેટ પ્રત્યેની જિજ્ઞાસા
Gujarat Samachar Exclusive : ક્રિકેટ નામ સંભાળતા જ સચિન, ધોની અને કોહલી જેવા ક્રિકેટર્સના નામ સાથે નેમ અને ફેમ યાદ આવે. પણ આજે વાત કરવાની છે મધ્યમવર્ગીય પરિવારના એક યુવતીની કે જેઓ બાળપણથી ક્રિકેટ માટે જીવે છે. વાત છે અમદાવાદના જિજ્ઞા ગજ્જરની જેમણે ક્રિકેટર બનવાનું સપનું જોતા ગરીબ બાળકોને તાલીમ આપવા માટે એક એકેડમી ચલાવે છે. આ એકેડમીમાં જે બાળકો પાસે ક્રિકેટ કિટ ખરીદવાના પણ પૈસા નથી એવા ગરીબ અને ઝૂંપડપટ્ટીના બાળકોને ફ્રીમાં કોચિંગ આપે છે.
અમદાવાદની જીજ્ઞાની ક્રિકેટ પ્રત્યે જિજ્ઞાસા
28 સપ્ટેમ્બર, 1982ના રોજ ગુજરાતના અમદાવાદમાં જન્મેલી જીજ્ઞાને નાનપણથી જ રમતગમત અને ખાસ કરીને ક્રિકેટમાં રસ હતો. ક્રિકેટમાં કરિયર બનાવવાની ચાહતના કારણે 2003થી તેઓ મીડીયમ પેસ બોલર હતા. પરંતુ 2008માં તેમના લગ્ન બાદ તેમનું કરિયર આગળ ન વધી શક્યું.
પરિવારના સપોર્ટથી જીજ્ઞાનું સપનું થયું સાકાર
જીજ્ઞાએ પ્રાઇમમાં ગુજરાત વેસ્ટ ઝોન માટે રમ્યા બાદ, તેમને પોતાના પેશનને એક ઉદ્દેશ આપવા માટે 2015માં અમદાવાદના ચાંદખેડામાં JCH એકેડમી (Jane Crik's Heroes Academy) શરુ કરી. આ એકેડમીનો ઉદ્દેશ અંડર પ્રિવિલેજ્ડ બાળકોને ફ્રીમાં કોચિંગ આપવાનો છે. આથી તેમને BCCIનો કોચિંગ કોર્સ કરીને તેમાં જ તેમનું કરિયર આગળ વધારવાનું નક્કી કર્યું. તેમના પરિવારના સપોર્ટથી આ સપનું સાકાર થયું.
બાળકો માટે આશાનું કિરણ એટલે જીજ્ઞા ગજ્જર
જીજ્ઞા એવા બાળકો માટે આશાનું કિરણ બન્યા કે જેઓ પાસે પ્રતિભા છે પણ સપના પુરા કરવા માટે તાલીમ અને પૈસાનો અભાવ છે. દરેક બાળકને તેમના અભ્યાસ માટે સમાન તક મળવી જોઈએ એવા વિચારથી તેઓ આ એકેડમી ચલાવે છે. તેમના કોચિંગ હેઠળ ઘણા આશાસ્પદ ક્રિકેટરો બન્યા. જેમાં સ્કુલ અને જીલ્લા કક્ષાએ બાળકો પરફોર્મ કર્યું. બાળકોની ક્રિકેટ સ્કીલ્સ પર જ નહિ પણ શિસ્ત, ટીમવર્ક અને દ્રઢતા પર પણ ધ્યાન આપવામાં આવે છે. આ ઉપરાંત બાળકોના ન્યુટ્રીશન અને ક્રિકેટ ઈક્વિપમેન્ટના તમામ ખર્ચની પણ તેઓ કાળજી લે છે.
10 થી 15 વર્ષની વયના બાળકોને આપે છે કોચિંગ
તે 10 થી 15 વર્ષની વયના ઘણા બાળકોને કોચિંગ આપી રહી છે. તેમની કોચિંગનો અત્યાર સુધીમાં 50 થી વધુ બાળકોને લાભ મળ્યો છે. જેમાં બાળકોએ ડિસ્ટ્રિક્ટ ટેલેન્ટ હન્ટ મેચ, દુલીપ ટ્રોફી, વિવિધ પ્રાઈવેટ લીગ મેચ અને ગુજરાત રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટમાં માટે પણ રમ્યા છે. તેઓ હાલ કોર્પોરેશન અને સરકારી શાળાઓ, ચાની ટપરી કે પટ્ટાવાળા તરીકે કામ કરતા બાળકો માટે ટ્રાયલનું આયોજન કરે છે. તેમની રમત જોઇને આ બાબતે તેમના માતાપિતાને જાગૃત કરે છે.
ગુજરાત સમાચાર સાથેની વાતચીતમાં જીજ્ઞા કહ્યું-પડકારોએ જીવનનો એક ભાગ
ગુજરાત સમાચાર સાથેની મુલાકાતમાં, તેણીએ કહ્યું કે પડકારો એ જીવનનો એક ભાગ છે. દ્વારા, પછી એક ખેલાડી તેમજ એક કોચ તરીકે તેમને વિવિધ પડકારોનો સામનો કર્યો છે. સખત મહેનતથી અને દ્રઢતા તેમને આ સિદ્ધિ હાંસલ કરી છે. ક્રિકેટની સાથે તેઓ શિક્ષણ અને સર્વાંગી વિકાસને પણ પ્રાથમિકતા આપે છે. આથી તેઓ ખાતરી કરે છે કે બાળકોમાં આ એકેડમીમાં શિક્ષણ અને સ્પોર્ટ્સ બંને વચ્ચે સંતુલન જાળવી શકે.