રાજકોટમાં દર શુક્રવારે 30થી વધુ વયના લોકોના ગંભીર રોગોનું થશે ફ્રી નિદાન સારવાર

- મનપાના મેડીકલ કેમ્પ મા ઉમટ્યા 980 લોકો, 250 માં બી.પી ડાયાબિટીસ ડિટેક્ટ

Updated: Nov 12th, 2021


Google NewsGoogle News
રાજકોટમાં દર શુક્રવારે 30થી વધુ વયના લોકોના ગંભીર રોગોનું થશે ફ્રી નિદાન સારવાર 1 - image


રાજકોટ, તા. 12 નવેમ્બર 2021 શુક્રવાર

રાજ્ય સરકારના નિરામય પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે આનંદ નગર મેઇન રોડ પર કોમ્યુનિટી હોલમાં 30 વર્ષથી મોટી ઉમરના સ્ત્રી પુરુષો માટે પ્રથમવાર કેમ્પ યોજાયો હતો જેમાં બપોર સુધીમાં જ 980 લોકો પોતાને કોઈ રોગ છે કે નહીં તે ચેક કરવા માટે આવ્યા હતાં.

મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર લલિત વાંજાએ જણાવ્યું કે આશરે 250 લોકોમાં ડાયાબિટીસ અને બીપી ના રોગ જોવા મળ્યા છે. પોતાને કોઈ નાનો મોટો રોગ હોય તો અગાઉથી ખબર પડી જાય અને સમયસર નિદાન થી તેરે વસ્તુઓ અને ગંભીર રૂપ અટકાવી શકાય તે માટે લોકોમાં જાગૃતિ વધી છે. 

મહાપાલિકા દ્વારા મેયર તથા કમિશનર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ દર શુક્રવારે 21 આરોગ્ય કેન્દ્રમાં બી.પી ડાયાબિટીસ કેન્સર જેવા મુખ્ય રોગો નું નિદાન ટેસ્ટિંગ નો કાર્યક્રમ રાખવામાં આવશે. જેમાં પાલિકાના નિયમ અનુસાર સંપૂર્ણપણે ફ્રી રહેશે. ઉલ્લેખનીય છે કે આ આરોગ્ય કેન્દ્રમાં હાલ શરદી, તાવ સહિત લોકોની વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. જે માટે દરેક નાગરિક લાભ લઇ શકે છે.

Rajkot

Google NewsGoogle News