Get The App

માંડલ અંધાપાકાંડના પીડિતોને સરકારની વળતરની 'લોલીપોપ', 7 મહિના વીત્યાં છતાં હજુ 'પાઈ' નથી મળી!

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
eye hospital


Mandal Andhapa Kand: વિરમગામ જિલ્લાના માંડલ ખાતે રામાનંદ હોસ્પિટલ ખાતે આંખનાં ઓપરેશન કરાયાં હતાં જેમાં ડૉક્ટરની બેદરકારીથી 17 દર્દીઓએ દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો હતો. એ વખતે ભારે હોબાળો મચતાં સરકારે અસરગ્રસ્તોને યોગ્ય વળતર ચૂકવવા ખાતરી આપી હતી પણ આ વાતને સાતેક મહિનાનો સમય વિત્યો છે. સરકારે હજુ આ ગરીબ દ્રષ્ટિવિહોણાને કાણીપાઇ ચૂકવી નથી. સરકારે આંખ ગુમાવનારાઓને પણ લોલીપોપ આપવાનુ બાકી રાખ્યુ નથી.

આંખના ઓપરેશન બાદ દર્દીઓને જોવામાં તકલીફ ઉભી થઇ હતી

10મી જાન્યુઆરી, 2024ના રોજ વિરમગામ જીલ્લાના માંડલ ખાતે શ્રી રામાનંદ હોસ્પિટલમાં આંખના ઓપરેશન કરાયા હતાં. ત્રણેક દિવસ બાદ ઘણાં દર્દીઓને જોવામાં તકલીફ ઉભી થઇ હતી. પરિણામે પાંચ દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. 

આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ શરૂ, આકાશમાં છવાયા કાળાડિબાંગ વાદળો, રાજ્યમાં કેવી છે સ્થિતિ?

તા. 16મી એ વઘુ 12 દર્દીઓને સિવિલ લવાયા હતા. આખરે 17 દર્દીઓએ દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો હતો. બે દર્દીઓની તો આંખ કાઢવી પડી હતી. એ વખતે સરકારે અસરગ્રસ્તોને યોગ્ય વળતર ચૂકવવા એલાન કર્યુ હતું. સરકારના આદેશને પગલે તા. 5મી ફેબ્રુઆરીએ પોલીસ ફરિયાદ સુઘ્ધાં નોંધાઇ હતી. 

માંડલ અંધાપાકાંડના પિડીતોને વળતર ચૂકવવામાં સરકારના ઠાગાઠૈયા

અસરગ્રસ્તોનું કહેવુ છે કે, અમરેલીમાં ય શાંતાબા હોસ્પિટલમાં ય અંધાપાકાંડ સર્જાયો હતો. આ ઘટનામાં દ્રષ્ટિ ગુમાવનારાં અસરગ્રસ્તોને સરકારે રૂ. 10-10 લાખની સહાય ચૂકવી છે. તો પછી માંડલ અંધાપાકાંડના પિડીતોને વળતર ચૂકવવામાં સરકાર કેમ ઠાગાઠૈયા કરી રહી છે તે સમજાતુ નથી. માંડલ અંધાપાકાંડના અસરગ્રસ્તોની માંગ છે કે, શ્રી રામાનંદ હોસ્પિટલનું રજીસ્ટ્રેશન રદ કરો. હોસ્પિટલના ટ્રસ્ટી-ડોક્ટરો સામે પણ દાખલો બેસે તેવી કાર્યવાહી કરો. ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવો.

આ પણ વાંચો: 'ગ્રોથ એન્જિન' ગણાતાં ગુજરાતમાં દર ચોથું બાળક કૂપોષિત, ત્રિપુરા-ઝારખંડ કરતાં પણ ખરાબ સ્થિતિ

પિડીતો પરિવાર સાથે આરોગ્યમંત્રીને મળશે

સોમવારે માંડલ અંધાપાકાંડના 17 પિડીતો પરિવાર સાથે આરોગ્યમંત્રીને મળશે અને વળતર માટે રજૂઆત કરશે. મહત્વની વાત એ છે કે, માંડલ અંધાપાકાંડના અસરગ્રસ્તોએ અનેકવાર રજૂઆત કરી છતાંય વિરમગામના ભાજપના ધારાસભ્યએ મૌન ધારણ કર્યુ છે.

માંડલ અંધાપાકાંડના પીડિતોને સરકારની વળતરની 'લોલીપોપ', 7 મહિના વીત્યાં છતાં હજુ 'પાઈ' નથી મળી! 2 - image


Google NewsGoogle News