Get The App

વડોદરા શિક્ષણ સમિતિની શાળાઓના દિવ્યાંગ બાળકોને સાધનો અપાયા

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
વડોદરા શિક્ષણ સમિતિની શાળાઓના દિવ્યાંગ બાળકોને સાધનો અપાયા 1 - image


Vadodara Education Committee : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને સમગ્ર શિક્ષા વડોદરા કોર્પોરેશન અંતર્ગત સમિતિની શાળાઓના પ્રાથમિક વિભાગના દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. આશરે 204 દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિવિધ સાધનો આપવામાં આવ્યા હતા.

વડોદરા શિક્ષણ સમિતિની શાળાઓના દિવ્યાંગ બાળકોને સાધનો અપાયા 2 - image

આમ તો 400 થી વધુ દિવ્યાંગ બાળકોને આ સાધનોનું વિતરણ કરવાનું હતું. જેમાંથી ગયા વર્ષે પણ બાળકોને આ સાધનો અપાયા હતા. બાકી રહેલા ઓને આ વર્ષે આ સાધનો અપાયા છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને સમગ્ર શિક્ષા આઈડી શાખા અંતર્ગત સાધન સહાય યોજના હેઠળ ભારત સરકાર દ્વારા સાધન સહાયનો લાભ મળે તે માટે વર્ષ 2023-24 એસેસમેન્ટ કેમ્પ કરવામાં આવેલ હતો.

વડોદરા શિક્ષણ સમિતિની શાળાઓના દિવ્યાંગ બાળકોને સાધનો અપાયા 3 - image

કેમ્પમાં હાજર રહેલ તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓને વ્હીલ ચેર, ટ્રાઇસિકલ, શ્રવણ યંત્ર, એડીએલ કીટ, સીપી ચેર, બ્રેઇલ કીટ વગેરે જેવા 24 પ્રકારના જુદા જુદા અંદાજિત 18 લાખ રૂપિયાના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમ શિક્ષણ સમિતિના અધ્યક્ષએ જણાવ્યું હતું.


Google NewsGoogle News