સુરતમાં રોગચાળાનો વાવર, વરાછામાં ઝાડા-ઉલટી બાદ તરૃણીનું મોત
- સિવિલમાં જુલાઇમાં
ડેન્ગ્યુના 55, મલેરીયાના 105, તાવના 247, ઝાડા
ઉલ્ટીના 160, કમળાના 210 દર્દી નોંધાયા
સુરત,:
દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની
તુમાં વરસાદના લીધે સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો કેસમાં
વધારો થઈ રહ્યો છે. તેવા સમયે વરાછામાં ઝાડા ઉલ્ટી થયા બાદ ધો.૯માં અભ્યાસ કરતી ૧૪
વર્ષીય તરૃણીનું મોત નીંપજયુ હતું. જયારે સિવિલમાં જુલાઇ માસમાં ડેન્ગ્યુના ૫૫, મલેરીયાના ૯૫, તાવના ૨૪૭, ઝાડા ઉલ્ટીના ૧૬૦, કમળાના
૨૧૦ દર્દી સારવાર અર્થે આવ્યા હતા.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ વરાછામાં ઉમીયા માતા મંદિર પાસે અમરદિપ એપાર્ટમેન્ટમાં રહેતી ૧૪ વર્ષીય કિષ્ના ગોપાલ બિસ્ત ગત કાલે ઝાડા ઉલ્ટી થતા દવા લાવ્યા હતા. બાદમાં આજે સવારે તેની તબિયત વધુ લથડતા બેભાન થઇ જતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લાવ્યા હતા. જયાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હોવાનું તેમના પરિચિતે કહ્યુ હતું. જયારે કિષ્ના મુળ નેપાળની વતી હતી. તે બોમ્બો માર્કટ પાસે સરકારી શાળામાં ધો.૯માં અભ્યાસ કરતી હતી. તેના પિતા વોચમેન તરીકે કામ કરે છે.
નોધનીય છે કે, શહેરમાં ઝાડા ઉલટી, ડેન્ગ્યુ, મલેરિયા, કોલેરા, તાવ, શરદી, ખાંસી સહિતની બીમારીમાં લોકો વધુ સપડાય રહ્યા છે. જેને લીધે નવી સિવિલમાં આ બીમારીની સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેથી દર્દીઓ સારવાર માટે સિવિલ, સ્મીમેરમાં તથા ખાનગી હોસ્પિટલ અને દવાખાનામાં લઇ જાય છે. તેવા સમયે જુલાઈ માસમાં નવી સિવિલમાં અંદાજીત ડેન્ગ્યુના ૫૫, મલેરીયાના ૧૦૫, તાવના ૨૪૭, ઝાડા ઉલ્ટીના ૧૬૦, કમળાના ૨૧૦ દર્દી સહિતની બિમારી પીડાતા દર્દીઓ
સુરત શહેરમાં ડેન્ગ્યુ સહિતના કેસમાં
વધારે થઈ રહ્યું છે. ત્યારે સિવિલમાં ડેન્ગ્યુના ટેસ્ટ કરાવવા માટેની મહત્વની કિટની
અછત વર્તાઈ રહી છે. જેના લીધે ત્યાં સારવાર અર્થે આવતા ગરીબ અને મધ્યમ વર્ગના અમુક
દર્દીઓ આજે સવારે તકલીફ વેઠી હોવાનું સુત્રો કહ્યુ હતું. જયારે આજે સાંજે કિટ આવી જતા
દર્દીઓના ડેન્ગ્યુના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સિવિલના અધિકારીએ કહ્યુ કે, રાજ્યના આરોગ્ય વિભાગમાંથી
ડેન્ગ્યુની કિટનો વધુ સ્ટોક મોલતા નથી. જોકે સ્ટોક જલ્દી આવે તે માટે જાણ કરવામાં આવી
છે. નોધનીય છે કે, શહેરમાં ડેન્ગ્યુ કેસમાં વધી રહ્યા છે. તેવા
સમેય રાજ્યના આરોગ્ય વિભાગ દ્રારા ડેન્ગ્યુના ટેસ્ટ કરવાનો વધુ કિટના સ્ટોક મોલતા નહી
હોવાથી દર્દીઓ તકલીફ વેઠી રહ્યા છે.