Get The App

રાજકોટ કોંગ્રેસમાં મોટું ભંગાણ, ઇન્દ્રનીલ રાજગુરુ અને સાગઠીયા AAPમાં જોડાયા

Updated: Apr 14th, 2022


Google NewsGoogle News
રાજકોટ કોંગ્રેસમાં મોટું ભંગાણ, ઇન્દ્રનીલ રાજગુરુ અને સાગઠીયા AAPમાં જોડાયા 1 - image


અમદાવાદ, તા. 14 એપ્રિલ 2022, ગુરૂવાર

રાજકોટ કોંગ્રેસના આંતરિક જૂથવાદે અંતે પક્ષમાં મોટું ભંગાણ કર્યું છે. રાજકોટ ઈસ્ટ ધારાસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય, ગત ધારાસભાની ચૂંટણીમાં વિજય રૂપાણી સામે ચૂંટણી લડનારા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

શહેર કોંગ્રેસમાં આ નેતાએ અગાઉ જ્યારે રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપ દ્વારા તોડવામાં આવી રહ્યા હતા ત્યારે રાજ્યગુરૂએ પોતાના ફાર્મહાઉસમાં સૌરાષ્ટ્રના પોતાના ધારાસભ્યોને સાચવ્યા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરૂની સાથે મહાનગરપાલિકામાં હાલ કોંગ્રેસના 4 કોર્પોરેટરો પૈકી સૌથી સક્રિય ગણાતા પૂર્વ વિપક્ષી નેતા અને દલિત આગેવાન વશરામ સાગઠીયા પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયાનું આજે જાહેર કર્યું છે.

કોંગ્રેસનાં સૂત્રોના અનુસાર રાજકોટ કોંગ્રેસમાં અશોક ડાંગર, મહેશ રાજપુત અને પ્રદીપ ત્રિવેદી વગેરેના કાર્ય પદ્ધતિ સામે પહેલેથી જ કોંગ્રેસના નેતાઓએ વિરોધ કર્યો છે અને આમ છતાં તાજેતરમાં સંગઠનમાં જે ફેરફાર કરાયો તેમાં પણ કોઈ નવા નેતા મૂકવાને બદલે કાર્યકારી પ્રમુખને શહેર પ્રમુખ બનાવી દીધા હતા જે કારણે ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સહિતના નેતાઓ પહેલેથી જ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓમાં વલણ સુધારાતું નથી તેમ કહી ચુક્યા છે.

આ તરફ બપોરે 2:00 કલાકે ગઢડા બેઠકના પૂર્વ ધારાસભ્ય પ્રવિણ મારૂ ભાજપમાં જોડાયા હતા. તેઓ વર્ષ 2002 અને 2017ની વિધાનસભા ચૂંટણીઓ કોંગ્રેસમાંથી જીત્યા હતા. વર્ષ 2020-21 દરમિયાન યોજાયેલી રાજ્યસભા ચૂંટણી પહેલા તેમણે ગઢડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું હતું અને કોંગ્રેસ સાથેનો છેડો ફાડી નાખ્યો હતો. 


Google NewsGoogle News