જામનગર નજીક મુંગણી ગામમાં બાવળની ઝાળીમાં સંતાડેલો ઇંગ્લિશ દારૂ પકડાયો: આરોપી ફરાર
Image Source: Freepik
જામનગર તાલુકાના મૂંગણી ગામમાં એક શખ્સ દ્વારા બાવળની જાળીમાં સંતાડેલો ઇંગ્લિશ દારૂ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે, જ્યારે દારૂનો ધંધાર્થી ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.
જામનગર તાલુકાના મૂંગણી ગામમાં રહેતો યુવરાજસિંહ કિરીટસિંહ દેદા કે જે ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહ્યો છે, અને પોતાના ઘર પાસે બાવળની જાળીમાં દારૂ સંતાડી રહ્યો છે. તેવી બાતમીના આધારે સિક્કા પોલીસે દરોડો પાડયો હતો. જે દરમિયાન આરોપી પોલીસને જોઈને ભાગી છૂટ્યો હતો. પોલીસે તે સ્થળેથી 36 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો કબજે કર્યો છે, જ્યારે ભાગી છૂટેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.