કાલાવડના ખરેડી ગામમાં ખેડૂતના રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો
Jamnagar Liquor Crime : કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા એક ખેડૂતના રહેણાક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો છે, અને પોલીસ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે.
કાલાવડ ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી, કે ખરેડી ગામમાં રહેતો અને ખેતી કામ કરતો ભાવેશ પ્રેમજી પરમાર પોતાના રહેણાક મકાનમાં ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો સંતાડ્યો છે, તેવી બાતમીના આધારે પોલીસે તેના રહેણાક મકાન પર દરોડો પાડ્યો હતો.
જે દરોડા દરમિયાન મકાનમાંથી ચાર નંગ ઇંગ્લિશ દારૂની બાટલી મળી આવતાં પોલીસે તેની અટકાયત કરી લઇ ઇંગ્લિશ દારૂની બાટલી કબજે કરી છે.