લાલપુરના ખંઢેરા ગામમાં એક વાડીના બાથરૂમમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો: બે ખેડૂતની અટકાયત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં આવેલી વાડીમાં બે ખેડૂતો દ્વારા બાથરૂમમાં ઇંગલિશ દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 21 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી કબજે કરી લઈ બંને ખેડૂતોની અટકાયત કરી છે.
કાલાવડ ગ્રામ્ય પોલીસને મળેલી બાતમીના આધારે કાલાવડ નજીક ખંઢેરા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા જયદીપસિંહ સુખદેવસિંહ જાડેજા તેમજ મોહીરાજસિંહ હકુમતસિંહ જાડેજા, કે જેઓ દ્વારા વાડીના મકાનના બાથરૂમમાં ઇંગલિશ દારૂ સંતાડ્યો છે, તેવી બાતમી ના આધારે દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન 21 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂપિયા 10,500ની કિંમત નો ઇંગ્લિશ દારૂ કબજે કરી લઇ બંને શખ્સોની અટકાયત કરી લીધી છે.