જામનગરમાં વામ્બે આવાસ રોડ પર ભાડાના મકાનમાં સંતાડેલો ઇંગ્લિશ દારૂ પકડાયો : આરોપી ફરાર
Jamnagar Liquor Case : જામનગરમાં વામ્બે આવાસ રોડ પર આવેલા ભાડાના મકાનમાં ઇંગ્લિશ દારૂ સંતાડવામાં આવ્યો હોવાની બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડી 46 નંગ દારૂની બોટલો કબજે કરી છે, જયારે આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે.
જામનગરમાં મયુરનગર નજીક વામ્બે આવાસ રોડ પર એક ભાડાના મકાનમાં રહેતા જયેશ ઉર્ફે ભીખુ સાજણભાઈ પીંગળ દ્વારા પોતાના ભાડાના મકાનમાં ઇંગ્લિશ દારૂ સંતાડયો છે, તેવી ચોક્કસ બાતમી એલસીબીની ટુકડીને મળી ગઈ હતી.
જે બાતમીના આધારે ગઈકાલે મોડી સાંજે એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન પોલીસે નાની 46 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કબજે કરી લીધો હતો, જ્યારે દારૂનો ધંધાથી જયેશ ભાગી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે અને શોધખોળ હાથ ધરી છે.