Get The App

પ્રતાપનગરથી બરોડા ડેરી રોડ પરના દબાણો હટાવાયા

સતત ત્રીજા દિવસે પોલીસ અને કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ

Updated: Mar 19th, 2025


Google News
Google News
પ્રતાપનગરથી બરોડા ડેરી રોડ પરના દબાણો હટાવાયા 1 - image

વડોદરા,કારેલીબાગ મુક્તાનંદ નજીક થયેલા હિટ એન્ડ રનના બનાવ પછી પોલીસ અને કોર્પોરેશનનું તંત્ર સફાળુ જાગ્યું છે. રોજ અલગ - અલગ વિસ્તારમાં જઇ તંત્ર દ્વારા રોડ  પરના  દબાણો હટાવવામાં આવી રહ્યા છે.

 જે સ્થળે અકસ્માત થયો હતો. તે સ્થળેથી ત્રણ દિવસ અગાઉ ગેરકાયદે લારી ગલ્લાના દબાણો હટાવવામાં આવ્યા હતા.આ સ્થળેથી પોલીસે  નવ ટ્રક જેટલો સામાન જપ્ત કર્યો હતો. જ્યારે ગેરકાયદે વાહન પાર્ક કરનાર ૪૫ વાહન ચાલકોને ઇ - ચલણ આપવામાં આવ્યા હતા.

ત્યારબાદ દુમાડ બ્રિજની આસપાસ  રોડ પરથી   ત્રણ ટ્રક જેટલો સામાન જપ્ત કરી ૬૮ વાહનના ચાલકોને ઇ - ચલણ આપવામાં આવ્યા હતા.

આજે પ્રતાપનગર બ્રિજથી બરોડા ડેરી તરફના રોડ પરથી ત્રણ ટ્રક જેટલો સામાન જપ્ત કરીને ૩૮ વાહનોના ચાલકને ઇ ચલણ પોલીસે આપ્યા હતા. 

Tags :
enchrochmentremovedPratapnagar-to-Baroda-Dairy-Road

Google News
Google News