Get The App

જામનગરમાં જાહેરમાં દારૂની ખાલી બોટલો લાઈનબંધ ગોઠવી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો

Updated: Mar 15th, 2025


Google News
Google News
જામનગરમાં જાહેરમાં દારૂની ખાલી બોટલો લાઈનબંધ ગોઠવી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો 1 - image


Jamnagar News: જામનગર શહેરમાં દારૂબંધીના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. ભોંયવાડા વિસ્તારમાં શુક્રવારે (14મી માર્ચ) મોડી રાત્રે આવારા તત્વો દ્વારા દારૂનો નશો કર્યા બાદ ખાલી બોટલો જાહેર માર્ગ પર ગોઠવી દીધી હતી, અને પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો છે.

જામનગરમાં 24 કલાક પહેલાં ભોંયવાડા વિસ્તારમાં હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. હજારોની સંખ્યામાં જનમેંદની અહીંયા ઉપસ્થિત હતી. આ ઉપરાંત ડી.જે. ધમાલ મસ્તીની સાથેના રંગરંગ કાર્યક્રમો યોજાયા હતા.જેના 24 કલાક બાદ શુક્રવારે મોડી રાત્રે કોઈ તત્વોએ મોટી સંખ્યામાં વિદેશી દારૂનો નશો કરી લીધા બાદ ખાલી બોટલ અહીં ગોઠવીને દારૂબંધીના ધજાગરા ઉડાવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: બોટાદના ગડઢામાં પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી, અમદાવાદનો રહેવાશી હતો

પોલીસ તંત્ર પણ આ કૃત્ય બાદ ચોંકી ઉઠ્યું હતું અને જાહેરમાં દારૂની ખાલી બોટલો મૂકી જનાર શખ્સને શોધી કાઢવા માટેની કવાયત શરૂ કરી દીધી છે.

જામનગરમાં જાહેરમાં દારૂની ખાલી બોટલો લાઈનબંધ ગોઠવી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો 2 - image

Tags :
Jamnagarliquor

Google News
Google News