વડોદરામાં રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાની શરૂઆત
મદદનીશ નિયામક (રોજગાર )કચેરી, વડોદરા દ્વારા રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાની તારીખ 8થી શરૂઆત થઈ ગઈ છે. આ ભરતી મેળા તારીખ 29 નવેમ્બર સુધી ચાલશે. વડોદરા જિલ્લામાં બે રાજગાર કચેરી આવેલ છે. મદદનીશ નિયા રોજગાર કચેરી અને તાલુકા મથકો પર 10 ભરતી મેળા યોજાશે મક (રોજગાર)ની કચેરી તરસાલી ખાતે ટેકનીકલ ગ્રેજ્યુએટ કે માસ્ટર તથા વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઈન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો (યુ.ઈ.બી) કચેરી, ચમેલી બાગ,એમ એસ યુનિ કેમ્પસ ખાતે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો ચાલશે. બંને રોજગાર કચેરી દ્વારા વડોદરા જીલ્લાના એમ્પ્લોયર કંપની કે સંસ્થા (નોકરીદાતા)ને સ્થાનીક અને અભ્યાસ કરેલ ઉમેદવારોને રોજગારીની તકો પ્રાપ્ત થાય તે માટે રોજગાર કચેરી અને તાલુકા મથકો પર કુલ 10 જેટલા ભરતી મેળાનું આયોજન કર્યું છે.
ભરતીમેળામાં ભાગ લેવા માટે નોકરીદાતા અને ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ અને એનસીએસ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. ભરતી મેળો તારીખ 13, 14, 19 ,21, 22, 26, 28 અને 29ના રોજ યોજવાનો છે.