વડોદરામાં મકરપુરાથી વાડી વિસ્તારોમાં કાલે સવારે લાઈટ બંધ રહેશે
Vadodara : વડોદરા વાઘોડિયા સબ સ્ટેશન 66 કેવી વાઘોડિયા સબ સ્ટેશનનું જરૂરી રીપેરીંગ કામ કરવાનું હોવાથી મકરપુરા સબ સ્ટેશનમાંથી નીકળતા વાડી સબ ડિવિઝનના કાના ફીડર, સુવર્ણ ભૂમિ ફીડર સહિતના આસપાસના વિસ્તારમાં આવતીકાલે તા.16, ફેબ્રુઆરી, રવિવારે સવારે 7 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેતા મળી શકશે નહીં. જો સમારકામ વહેલુ પૂરું થઈ જશે તો કોઈપણ જાતની અગાઉથી જાણ કર્યા વિના વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે તેમ લાલબાગ વિભાગ કચેરીના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.