Get The App

જામનગર શહેર-ગ્રામ્ય અને ધ્રોલ પંથકમાં સતત બીજા દિવસે વીજતંત્ર દ્વારા અવિરત વીજ ચેકિંગ

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
જામનગર શહેર-ગ્રામ્ય અને ધ્રોલ પંથકમાં સતત બીજા દિવસે વીજતંત્ર દ્વારા અવિરત વીજ ચેકિંગ 1 - image


Jamnagar PGVCL Cheacking : જામનગર શહેરમાં પખવાડિયાના વિરામ બાદ ગઈકાલે વહેલી સવારથી વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે કાર્યવાહી મંગળવારે સતત બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી અને 26 વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઇ હતી. જેથી વીજ ચોરોમાં ફફડાટ મચી ગયો હતો, અને બીજા દિવસે કુલ રૂ.25.65 લાખની પાવર ચોરી ઝડપી લેવામાં આવી હતી.

 જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા મંગળવારે સવારે જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ, સુભાષપરા અને ગણેશવાસ વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું, જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારના નાઘેડી, સરમત સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ચેકિંગ ટુકડીઓને દોડતી કરવામાં આવી હતી.

 આ ઉપરાંત ધ્રોલ તાલુકાના ગઢડા, ખેંગારકા, વાવડી, બેરાજા, નેસડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજ ચેકિંગ કરાયું હતું. સમગ્ર દિવસ દરમિયાન 301 વિજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં 48 વિજ જોડાણમાંથી ગેરરીતિ મળી આવી હતી, અને તેઓને 25.65 લાખના પુરવણી બીલો ફટકારવામાં આવ્યા છે.


Google NewsGoogle News