જામનગરમાં વીજતંત્ર દ્વારા પખવાડિયાના વિરામ બાદ આજે ફરીથી વીજ ચેકિંગ શરૂ કરાતાં વિજ ચોરોમાં ફફડાટ
Jamnagar PGVCL Cheaking : જામનગર શહેરમાં પખવાડિયાના વિરામ બાદ આજે વહેલી સવારથીજ વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને 26 વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઈ છે. જેથી વીજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા આજે સોમવારે સવારે જામનગર શહેરના લીમડા લાઈન વિસ્તાર પંચેશ્વર ટાવરનો એરીયા, કડિયાવાળ, ગુલાબ નગર, રામવાડી સહિતના વિસ્તારમાં 26 જેટલી વિજચેકિંગ ટુકડીને મેદાનમાં ઉતારવામાં આવી છે, અને મોટાપાયે વિજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
જેની મદદ માટે એસઆરપીના 14 જવાનો, 10 પોલીસ કર્મચારી તથા ત્રણ વિડિયોગ્રાફરની મદદ લેવામાં આવી રહી છે. વહેલી સવારથી જ આ કામગીરીને લઈને કેટલાક વિજચોરોમાં ફફડાટ મચી ગયો છે.