બાલાસિનોર પાલિકામાં 28 બેઠકો પર ચૂંટણી યોજાશે
- અનુ.જાતિની બે અને પછાત વર્ગની 4 સહિત 14 મહિલા અનામત બેઠક રહેશે
બાલાસિનોર : ચૂંટણી આયોગે નગરપાલિકાઓની ચૂંટણી જાહેર કરી દીધી છે. ત્યારે મહીસાગર જિલ્લામાં બાલાસિનોર નગરપાલિકાની ૨૮ બેઠકો માટેની ચૂંટણી પણ તા. ૧૬મી ફેબુ્રઆરીએ યોજાશે. ચૂંટણી પંચ દ્વારા મંગળવારે પાલિકાઓની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં બાલાસિનોર નગરપાલિકાની ૨૮ બેઠકો માટે તા. ૧૬મી ફેબુ્રઆરીએ ચૂંટણી યોજી તા. ૧૮મીએ મતગણતરીની જાહેરાત કરી દેવાઈ છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી બેઠકોમુજબ ૨૮ પૈકી ૧૪ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. તમામ ૨૮ બેઠકો ઉપર નજર કરીએ તો ૧૪ મહિલા અનામત બેઠકો પૈકી સામાન્ય ૮, અનુસૂચિત જાતિ માટે બે તથા પછાત વર્ગ માટે ચાર ી બેઠકો જાહેર કરવામાં આવી છે. સામાન્ય ૧૪ બેઠકોમાં અનુસૂચિત જાતિ માટે એક અને પછાત વર્ગ માટે ચાર બેઠકો જાહેર કરાઈ છે. જ્યારે નવ બેઠક સામાન્ય જાહેર કરવામાંઆવી છે. ચૂંટણી જાહેર થતા જ રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગીની તૈયારીઓ શરૂ કરવા માંડી છે. વહીવટી તંત્રએ પણ ચૂંટણી યોજવા માટે તૈયારીઓને ઓપ આપવાનું શરૂ કર્યું છે. ત્યારે ટૂંક સમયમાં જ રાજકીય પક્ષો ઉમેદવારો પણ જાહેર કરે તેવી શક્યતાઓ છે.