Get The App

ધંધુકા નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી યોજાશે

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
ધંધુકા નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી યોજાશે 1 - image


- ચૂંટણી પંચની જાહેરાત સાથે ચૂંટણીનો ધમધમાટ શરૂ

- 32,475 ઉપરાંતના મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ 

ધંધુકા : ધંધુકા નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો માટેની ચૂંટણી યોજાશે. જે અંગેની સત્તાવાર જાહેરાત આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી.  આ સાથે ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે.  

 ધંધુકા નગરપાલિકામાં કુલ ૭ વોર્ડની ૨૮ બેઠકો છે. જેમાં મહિલા અનામત અને વોર્ડ વાઇઝ અનામતનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ ૧૪ મહિલા અનામત બેઠકો રહેશે. અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકો ૨ પૈકી ૧ મહિલા અનામત, પછાત વર્ગ માટે અનામત બેઠક ૮ પૈકી ૪ બેઠકો મહિલા અનામત રહેશે. આમ, અનામત બેઠકોની સંખ્યા ૧૯ રહેશે. જ્યારે સામાન્ય બેઠકોની સંખ્યા ૯ રહેશે. 

 નગરપાલિકાના ૭ વોર્ડમાં કુલ ૩૨,૪૭૫ ઉપરાંતના મતદારો નોંધાયા હોવાનું જાણવા મળ્યું હતું. જેઓ મતાધિકારનો ઉપયોગ કરશે. 


Google NewsGoogle News